Site icon Revoi.in

મહિસાગરઃ એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક લાંચ લેતા ઝડપાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લેવા માટે એસીબીએ અભિયાન શરુ કર્યું છે. દરમિયાન મહિસાગર જિલ્લાના કડાણામાં એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષકને લાંચની રકમ સ્વિકારતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)એ ઝડપી લીધા હતા. એસીબીએ છટકુ ગોઠવીને બંનેને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કડાણા સ્થિત એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલમાં ભોજન અને નાસ્તો પુરો પાડવાનો કોન્ટ્રાક્ટ એક સંસ્થાને આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ ધરાવતી સંસ્થાનું બિલ પાસ કરવા માટે ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક દ્વારા બીલની રકમની 3 ટકા રકમની માંગણી કરવામાં આવી હતી. જેથી બિલ પાસ કરવા માટે અડધી રકમ ચુકવવામાં આવી હતી. અંતે આ અંગે એસીબીમાં ફરિયાદ ગોઠવવામાં આવી હતી. એસીબીએ લાંચનું છટકુ ગોઠવીને બંનેની ઘરપકડ કરતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.

સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટ ધરાવતી સંસ્થાના મેનેજર પાસેથી લાંચની રમક સ્વિકારતા બંનેને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના અંગે એસીબી દ્વારા ગુનો નોંધીને બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈન્ચાર્જ આચાર્યની ઓફિસ અને નિવાસસ્થાન ઉપર તપાસ કરવામાં આવી હતી.