Site icon Revoi.in

મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યાતા રદ કરાઈ

Social Share

નવી દિલ્હીઃ લોકસભામાં નાણા લઈને પશ્ન પૂછવાના કેસમાં ટીએમસી નેતા મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવા અંગેના એથિક્સ કમિટીના રિપોર્ટને લોકસભામાં સ્વીકારવામાં આવ્યો હતો. લોકસભામાં ચર્ચા બાદ સદસ્યતા રદ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની સદસ્યતા રદ થયા બાદ સોનિયા ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ એક સાથે સંસદ ભવનની બહાર આવ્યા હતા. અહીં તેમણે મોઈત્રા સહિતના નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટને લઈને કરાયેલી ચર્ચામાં દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, તમામ સાંસદોને અનુરોધ કરું છું કે તેઓ પોતાના પ્રશ્નો ખુબ બનાવે અને નાખે. તમારા પ્રશ્નો અન્ય કોઈ બનાવીને નાખી ના શકે. આવુ કરવા બદલ કાર્યવાહી થઈ શકે છે. હું સંસદની ગરીમાને નુકશાન નહીં થવા દઉ.

લોકસભામાં ચર્ચા દરમિયાન જેડીયુના સાંસદે કહ્યું હતું કે, મારા પશ્નો પીએ બનાવીને નાખે છે. જેથી લોકસભાના અધ્યક્ષે તેમને ટકોર પણ કરી હતી. વિપક્ષના સાંસદોએ મોઈત્રાને પોતાનો પક્ષ રજુ કરવા માટે બોલવાનો મોકો આપવાની માંગણી કરી હતી. જો કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, મોઈત્રાને કમિટીની ભલમાણના આધારે મોકો આપી ન શકાય. તેમને પેનલ મીટીંગમાં મોકો આપવામાં આવ્યો હતો.

સંસદ ભવનની બહાર મોઈત્રાના સમર્થનમાં એકત્ર થયેલા વિપક્ષી સાંસદોની વચ્ચે જ્હોન બ્રિટાસે કહ્યું હતું કે, મોદી સરકારને ઘેરનારી મોઈત્રાની સદસ્યતા રદ કરાઈ તે યોગ્ય નથી.