જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, 300 મીટર ઊંડા ખાડામાં ટેક્સી ખાબકતા 10ના મોત
રામબન: જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા એક મોટા સડક અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર રામબન પાસે ટેક્સી ઊંડી ખાઈમાં ખાબકતા સર્જાય હતી. આ ટેક્સી જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી. ગુરુવારે મોડી રાત્રે શુક્રવારે સવારની નજીક લગભગ સવા એક વાગ્યે ટેક્સી જ્યારે રામબન પહોંચી ત્યારે બેટરી ચશ્માની પાસે ઘશ્રીનગર નેશનલ હાઈવે પર તે ઊંડી ખાઈમાં ખાબકી હતી. તેમા સવાર 10 લોકોના મોત નીપજ્યા. જેવી માહિતી મળી કે પોલીસ પ્રશાસન બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે ધસી ગયું હતું.
ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ સિવાય એસડીઆરએફ, સિવિલ ક્યૂઆરટી પણ પહોંચ્યા છે. પોલીસનું કહેવું હતું કે જે જગ્યાએ દુર્ગઠના થઈ છે, ત્યાં સતત વરસાદ થઈ રહ્યો હતો અને ખાઈ 300 મીટર ઊંડી છે. સવારે-સવારે ત્યાં અંધારું થવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી. પોલીસે દશ લોકોની લાશો બહાર કાઢી છે. પોલીસને આશંકા છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
પોલીસ મુજબ, કાઢવામાં આવેલા બે મૃતદેહોની ઓળખ થઈ છે. તેમાં એક ટેક્સી ડ્રાઈવર બલવાનસિંહની લાશ છે અને તે અમ્બ્ર ધ્રોઠા જમ્મુનો વતની હતો. બીજો મૃત વ્યક્તિ વિપિન મુખિયા છે અને તે બિહારના ચંપારણનો વતની હતો.
આવી જ ઘટના ડોડા જિલ્લામાં ગત વર્ષ 15 નવેમ્બરે થઈ હતી. તેમાં એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી અને તેમાં 39 લોકોના મોત નીપજ્યા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા.
અદિકારીઓનું કહેવું છે કે ઘટનાસ્થળ પર બચાવ કામગીરી ચાલુ છે. સોશયલ મીડિયા મંચ એક્સ પર કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરના સાંસદ જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે ઘટનાસ્થળ પર પોલીસ, એસડીઆરએફના જવાન અને નાગરિક ત્વરિત પ્રતિક્રિયા દળ હાજર છે અને બચાવ કાર્ય ચાલુ છે. તેમણે કહ્યુ છે કે શોકમાં ડૂબેલા પરિવારો પ્રત્યે મારી ઘેરી સંવેદનાઓ છે. જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે આ દુખદ સડક દુર્ઘટના સંદર્ભે જાણ્યા બાદ રામબનના ઉપાયુક્ત બસીર ઉલ હક સાથે વાત કરી, તેમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈ પર એક વાહન ઘેરી ખાઈમાં ખાબકતા દશ લોકોના મોત નીપજ્યા છે.