પશ્ચિમ ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાં, અમેરિકન અને ઇરાકી ફોજની રેડમાં લગભગ 15 ઓપરેટિવ્સ (ઓપરેટરો) માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન 6 અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા હતા.
રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈરાકના સૈનિકોએ ઈરાકના અનબર રણમાં આ કાર્યવાહી કરી હતી. સંયુક્ત ઓપરેશનમાં યુએસ અને ઈરાક વચ્ચેની મહત્વપૂર્ણ ભાગીદારીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, કારણ કે યુએસ દળો ઈરાક અને સીરિયામાં તેના પ્રાદેશિક નુકશાન બાદ ઈસ્લામિક સ્ટેટ સમૂહ સામે પ્રયાસો ચાલુ રાખે છે.
સેન્ટ્રલ કમાન્ડએ ઓપરેશનની કમાન સંભાળી
અમેરીકા સેનાના સેન્ટ્રલ કમાન્ડનું કહેવુ છે કે જ્યારે કાર્યવાહી કરી ત્યારે આતંકવાદીઓ કેટલાક હથિયારો, ગ્રેનેડ અને વિસ્ફોટકો સાથે સજ્જ હતા. પછી, ઈરાકી સુરક્ષા દળોએ હવાઈ હુમલા કર્યા, જેમાં કોઈ નાગરિક જાનહાનિ થઈ ન હતી. સેન્ટ્રલ કમાન્ડે એમ પણ કહ્યું કે આ ઓપરેશનનું લક્ષ્ય ISISની ક્ષમતાને વિક્ષેપિત કરવાનો અને ઘટાડવાનો હતો.
ઈરાકી સેનાએ જણાવ્યું હતું કે, “હવાઈ હુમલાઓએ ISISના સ્થાનોને નિશાન બનાવ્યા હતા. મારવા વાળા આતંકવાદીઓમાં ISISના મુખ્ય નેતાનો પણ સમાવેશ થાય છે. આ હમલામાં તેમના બધા ઠેકાણા, હથિયારો અને લોજિસ્ટિક્સ સપોર્ટને નષ્ટ કરાયાં છે. તેમની પાસેથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ઓળખ કાર્ડ અને સંચાર પકરણ મળ્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે.”
80 થી વધુ દેશોનું ગઠબંધન તેની કમર તોડી રહ્યું છે.
ISIS સામે લડવા માટે અમેરિકાના નેતૃત્વમાં 80 થી વધુ દેશોનું ગઠબંધન બનાવવામાં આવ્યું હતું. આ ગઠબંધનની ક્રિયાઓ પછી, ISIS એ 2017 માં ઇરાક અને 2019 માં સીરિયામાં તેના નિયંત્રણ હેઠળના વિસ્તાર પર તેની પકડ ગુમાવી દીધી હતી. જો કે, આતંકવાદીઓ હજુ પણ ઇરાક અને સીરિયાના અંબારના રણમાં છે, જ્યારે ISIS સમયાંતરે વિશ્વના વિવિધ ભાગોમાં આતંકવાદી હુમલાનો દાવો કરતું રહે છે.