- ડિજીસીએ એ એર ઈન્ડિયા પર 30 લાખનો દંડ ફચકાર્યો
- પાયલોચટનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું
દિલ્હીઃ- દેશમાં વિમાન સેવાને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક ફરીયાદો સામે આવી રહી છે, અનેક વખત વિમાનમાં ખઆમી સર્જવાની ઘટના તો વળી પેસેન્જરને લીધા વિના ફ્લાઈટ ટેકઓફ કરી દેવાની ઘટનાઓ પણ જોવા મળી છે ત્યારે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA એ એર ઈન્ડિયા સામે કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે એર ઈન્ડિયા સામે એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવા બદલ એરલાઈન્સ સામે કાર્યવાહી કરી છે,કાર્યવાહી રુપે 30 લાખનો દંડ ફટકારાયો છે , ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં 26 ડિસેમ્બરે આ ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારથી આ ઘટના ચર્ચાનો વિષય બની હતી ત્યારે હવે આ મામલે દંડ ફટકારવામાં આવ્યો છે.
લી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફર શંકર મિશ્રાએ વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. આ પછી, ઇમિગ્રેશન બ્યુરોએ દિલ્હી પોલીસના કહેવા પર વ્યક્તિ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) બહાર પાડ્યુ હતુઆ ઉપરાંત આરોપી વિશે માહિતી મેળવવાના સંદર્ભમાં દિલ્હી પોલીસની એક ટીમ આરોપી એસ મિશ્રાના સંબંધીને મળવા મુંબઈ પહોંચી હતી અને પૂછપરછ પણ કરી હતી.
આ પહેલા એર ઈન્ડિયાએ પોતાના સ્તરે કાર્યવાહી કરતા આરોપીઓ પર 30 દિવસ માટે મુસાફરી પ્રતિબંધ લગાવી દીધો હતો. આરોપીની દિલ્હી પોલીસે 6 જાન્યુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરી હતી.