મોદી સરકારની મોટી કાર્યવાહી,ખાલિસ્તાન સમર્થક કન્ટેન્ટનું પ્રસારણ કરતી 6 યુટ્યુબ ચેનલોને ‘બ્લોક’ કરી
દિલ્હી:કેન્દ્રની વિનંતીના 48 કલાકની અંદર ખાલિસ્તાન સમર્થક ભાવનાઓને પ્રોત્સાહન આપતી ઓછામાં ઓછી છ યુટ્યુબ ચેનલોને ‘બ્લોક’ કરી દેવામાં આવી છે.માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે,છેલ્લા 10 દિવસમાં વિદેશથી સંચાલિત છથી આઠ યુટ્યુબ ચેનલો ‘બ્લોક’ કરવામાં આવી છે.તેણે કહ્યું કે પંજાબી ભાષામાં કન્ટેન્ટ પીરસતી આ ચેનલો સરહદી રાજ્યમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે.
ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’ના જથેદાર અમૃતપાલ સિંહના સમર્થકો દ્વારા પંજાબના અજનલામાં પોલીસ સ્ટેશન પર તાજેતરમાં થયેલા હુમલાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.સિંહના સમર્થકો સશસ્ત્ર હતા અને તેમના એક સાથીને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા.અન્ય એક અધિકારીએ જણાવ્યું કે,યુટ્યુબ ચેનલને બ્લોક કરવા અંગે સરકારની વિનંતી પર 48 કલાકની અંદર કાર્યવાહી કરી રહ્યું છે
તેમણે માહિતી આપી હતી કે સરકારે યુટ્યુબને વાંધાજનક સામગ્રીને આપમેળે ઓળખવા અને ‘બ્લોક’ કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.જોકે, યુટ્યુબ ભારતીય સંદર્ભમાં સમસ્યાનો સામનો કરી રહ્યું છે કારણ કે સામગ્રી પ્રાદેશિક ભાષાઓમાં ‘અપલોડ’ કરવામાં આવી રહી છે અને સામગ્રીને ચકાસવા માટે જે સિસ્ટમ મૂકવામાં આવી છે તે અંગ્રેજી ભાષા પર આધારિત છે.