Site icon Revoi.in

હથિયાર અને ડ્રગની તસ્કરી સામે એનસીબી દ્વારા મોટી કાર્યવાહી

Social Share

કોચી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી કરીને હથિયાર અને ડ્રગ સપ્લાય કરનાર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. કેરળમાં શ્રીલંકાના ફિશિંગ જહાજ પર દરોડા દરમિયાન 300 કિલોથી વધુ હેરોઇન મળી આવ્યા છે. આ સિવાય એનસીબીને આ જહાજમાંથી 5 AK-47 રાઇફલ અને લગભગ 1 હજાર રાઉન્ડ ગોળીઓ પણ મળી છે. આ કેસમાં શ્રીલંકાના 6 નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

એનસીબીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ભારતીય કોસ્ટ ગાર્ડે 25 માર્ચ ગુરુવારે કેરળના વિઝિનજામથી શ્રીલંકાના માછીમારી જહાજને કબજે કર્યો હતો,જેમાં 300 કિલો હેરોઇન, 5 એકે -47 રાઇફલ અને 9 મીમી દારૂગોળાના 1 હજાર રાઉન્ડ મળી આવ્યા હતા.જહાજને વિઝિનજામ બંદર પર લાવવામાં આવ્યું હતું અને બોટને એનસીબી ચેન્નાઈ ઝોનલ યુનિટ દ્વારા પકડી લેવામાં આવી હતી.

એનસીબીએ કહ્યું કે, હેરોઇનના 301 પેકેટ શિપની પાણીની ટાંકીની અંદર છુપાવવામાં આવ્યા હતા. આ તમામ પેકેટોમાં ઉડતા ઘોડાના નિશાન હતા. સામાન્ય રીતે આવા લોકો ડ્રગ ટ્રેફિકિંગ સિન્ડિકેટ્નો ઉપયોગ તેમના બ્રાન્ડ તરીકે કરે છે. એનસીબીએ જણાવ્યું હતું કે, તપાસમાં અત્યાર સુધીમાં ખુલાસો થયો છે કે, કોઈ અજાણ્યા જહાજ ઈરાનના ચાબહાર બંદરથી હેરોઈન અને શસ્ત્રોની માલ લઈ જતો હતો અને ત્યારબાદ તેને લક્ષદ્વીપ નજીક સમુદ્રમાં માછીમારી કરી રહેલા શ્રીલંકાના જહાજ ‘રવિહંસી’ને સોંપ્યો હતો.

-દેવાંશી