- જમ્મુ કાશ્મીરમાં ટેરર ફંડિગ મામલે સુરક્ષા એજન્સી બની સખ્ત
- અનેક સ્થળોએ NIAએ દરોડા પાડ્યા
દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા એજન્સીઓ સખ્ત નજરરાખીને આતંકવાદને પ્રોત્સાહન આપતા લોકો સામે કાર્વાહી કરતી હોય છે ત્યારે એજરોજ સોમવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્રારા ટેટર ફંડિગ મામલે અનેક સ્થળોએ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે .
પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ એ કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જાણકારી અમુસાર સુરક્ષા એજન્સીના અધિકારીઓની એક ટીમ સ્થાનિક પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સાથે મળીને દક્ષિણ કાશ્મીરના પુલવામા, કુલગામ અને શોપિયાં જિલ્લાઓ સહિત પ્રદેશમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી રહી છે.
આ સહીત ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પણ એનઆઈએ દ્રાર હાલ દરોડા પાડવાની કાર્યવાહી શરુ જ છે કે ચાલુ ઓપરેશન ઓવર-ગ્રાઉન્ડ વર્કર નેટવર્કને તોડવાની તપાસનો એક ભાગ છે તેમ જણાવાઈ રહ્યું છે.આ મામલો વર્ષ 2022માં નોંધાયેલા ટેરર ફંડિંગ કેસ સાથે સંબંધિત છે.
જાણકારી અનુસાર આ દરોડા પાકિસ્તાની ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના સ્થાનો પર કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ NIAએ આ મામલામાં જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ શહેરોમાં સર્ચ હાથ ધર્યું હતું. અગાઉ NIAએ જમ્મુ-કાશ્મીરમાં 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા. શ્રીનગરના બડગામમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ જમ્મુ અને કાશ્મીર, મુજાહિદ્દીન ગઝવત ઉલ હિંદ, જમ્મુ અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર સહિત ઘણા સંગઠનો સામેલ હતા.