Site icon Revoi.in

મુંડકા અગ્નિકાંડની ઘટનામાં મોટી કાર્યવાહીઃ બન્ને ફેક્ટરિના માલિકોની થઈ ઘરકપડ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારની સાંજે મેટ્રો પાસે મુંડકા સ્થિત ત્રણ માળની ઈનારતમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા તો 50થી પણ વધુ લોકો ઘાયલ થયા છે તો કેટલાક લાપતા લોકોની હાલ શોધખોળ શરુ છે.ત્યારે હવે આ ઘટનાને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  દિલ્હીના ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં આગ સલામતીની પૂરતી વ્યવસ્થા નથી. આ બિલ્ડીંગને ફાયર વિભાગ દ્વારા એનઓસી પણ આપવામાં આવી ન હતી. આગની ઘટનાની તપાસ માટે FSLની ટીમ ઘટનાસ્થળે જશે. એફએસએલની ટીમ આગનું કારણ  શોધવામાં આવશે.

 દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સમીર શર્માએ કહ્યું કે 27 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. આ સાથે જ ગુનેગારો સામે FIR નોંધવામાં આવી છે.અને કંપનીના માલિકોની અટકાયત કરી છે. 

મુંડકામાં બિલ્ડીંગમાં લાગેલી આગ તે બિલ્ડીંગમાં આવેલી સીસીટીવી કંપની દ્વારા ફેલાઈ હતી. કંપનીના બંને માલિક વરુણ ગોયલ અને સતીશ ગોયલની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતા. બિલ્ડિંગનો માલિક મનીષ લંગડા હાલ ફરાર થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ માળની આ ઈમારતમાં કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પહેલા માળે હતું. બીજા માળે વેરહાઉસ અને ત્રીજા માળે લેબ હતી. અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ બીજા માળે નોંધાયા છે. બીજા માળે જ મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમને કારણે ત્યાં વધુ લોકો હાજર રહ્યા હતા. બિલ્ડિંગના માલિકે ટેરેસના બાકીના ભાગમાં નાનો ફ્લેટ બનાવ્યો હતો. ફાયર વિભાગ અને NDRFએ સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.