- બિહારમાં દારુબંધી કાયદામાં ફેરફાર
- કેબિનેટની મળી મંજૂરી
પટનાઃ- બિહાર રાજ્યમાં લાંબા સમયની માંગ બાદ દારુબંધી કાયદામાં મોટા ફએરબદલને કેબિનેટની મંજુરી ણળી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે બિહાર રાજ્ય કેબિનેટે મંગળવારે બિહાર પ્રતિબંધ અને આબકારી (સુધારા) અધિનિયમ, 2022 માં સુધારાને મંજૂરી આપી છે.
જાણકારી અનુસાર આ કાયદામાં સુધારા હેઠળ, સંબંધિત સત્તાવાળાઓ હવે રાજ્યમાં પ્રતિબંધિત કાયદાના ઉલ્લંઘનમાં જપ્ત કરાયેલા વાહનોને ન્યાયિક સત્તાધિકારી સાથે યોગ્ય પરામર્શ કર્યા પછી તેમના વીમા મૂલ્યના 10 ટકા અથવા વાહન માલિક પાસેથી રૂ. 5 લાખ દંડ તરીકે વસૂલ કરીને મુક્ત કરી શકે છે.
રાજ્ય સરકારના સંબંધિત વિભાગ દ્વારા સંશોધિત કલમ ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે. અત્યાર સુધી, જપ્ત કરાયેલા વાહનના માલિકે કોર્ટની પરવાનગી બાદ વાહન છોડાવવા માટે વીમા મૂલ્યના 50 ટકા ચૂકવવાના હતા.મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અસરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરખાસ્ત નશાબંધી, આબકારી અને નોંધણી વિભાગ દ્વારા કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે માલિકો નવા જપ્ત કરાયેલા વાહનના વીમા મૂલ્યના 50 ટકા ચૂકવવામાં અસમર્થ હતા.કેટલાકમાં કેસોમાં એવું પણ લાગ્યું હતું કે વાહનોના માલિકો પ્રતિબંધ કાયદાના ઉલ્લંઘનમાં સામેલ નથી. તેથી, સરકારે બિહાર પ્રતિબંધ અને આબકારી (સુધારા) અધિનિયમ, 2022 ની વિશેષ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો.