- ઝારખંડના બોકારમાં રેલ્વે દૂર્ઘટના બનતા ટળી
- ડ્રાઈવરે સમય સૂકતાથી એન્ડ ટાઈમે બ્રેક લગાવતા અકસ્માત ટળ્યો
રાચીં- 2 જી જૂનના રોજ ઓડિશામાં જે અકસ્માત બન્યો છે તે હજી વિસરાયો નથી, 280 જેટલા લોકોના મોત થયા હતા ત્યારે આ ધટના બાદ રેલ્વે અકસ્માત ટળવાની ઘટનાઓ જાણે એક પછી એક સામે આવી રહી છે, ઓડિશામાં આ અકસ્માતના બીજા દિલસે માલગાડીના 5 ડબ્બાઓ પાટા પરથી ઉતરી પડ્યા હતા ત્યારે હવે ઝારખંડના બોકારોમાં પણ રેલ્વે એકસ્માતની ઘટના બનતા ટળી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના વિતેલા દિવસને મંગળવાની સાંજની છે.ઝારખંડના બોકારોમાં સંથાલડીહ રેલવે ક્રોસિંગ પાસે મંગળવારે સાંજે મોટી રેલ દુર્ઘટના ટળી હતી. રેલવેના એક અધિકારીએ આ જાણકારી આપી.
મળતી માહિતી મુજબ બોકારોના ભોજુડીહ રેલ્વે સ્ટેશન પાસે આવેલા રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેક્ટર રેલ્વે ટ્રેક પર ફસાઈ ગયું હતું. સાઉથ ઈસ્ટર્ન રેલવે, આદ્રા ડિવિઝનના ડીઆરએમ એ જણાવ્યું કે ડ્રાઈવરે યોગ્ય સમયે બ્રેક લગાવી, જેના કારણે ટ્રેન રોકાઈ ગઈ અને મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ.
વિગત અનુસાર નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ (ટ્રેન નં. 22812) પસાર થઈ રહી હતી ત્યારે ક્રોસિંગ નજીક રેલ્વે ફાટક સાથે ટ્રેક્ટર અથડાયું હતું, પરંતુ ટ્રેનના ડ્રાઈવરે સમયસર બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હતી.જો બ્રેક ન લાગતે તો ગાડી પાટા પર ઉતરી પડી હોત અને ટ્રેકર પણ તેની ઝપેટમાં આવ્યું હોત જો કે સદનસિબે દૂર્ઘટના ટળી હતી.
આ ઘટના મંગળવારે સાંજે 5 વાગ્યે બની હતી, જેના કારણે ટ્રેન 45 મિનિટ મોડી પડી હતી.આ સાથે જ જે ટ્રેક્ટર હતું તેને જપ્ત કરવામાં આવ્યું છે અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. અને ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો તેની પણ શોધ કરવામાં આવી રહી છે.