Site icon Revoi.in

મુંબઈમાં મોટી રેલ્વે દૂર્ઘટના ટળી – એક્સ્પ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી રેલ્વે અકસ્માતની ઘટનાઓમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ટ્રેનના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યો છે ત્યારે વિતેલી રાતે ફરી આવી જ ઘટના મુંબઈ પાસે બનવા પામી હતી જો કે તેમાં કોી નુકશાન થયું નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદર-પુડુચેરી એક્સપ્રેસ ટ્રેન નંબર 11005ના ત્રણ ડબ્બા શુક્રવારે રાત્રે મુંબઈના માટુંગા સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા જ્યારે CSMT-ગડગ એક્સપ્રેસનું એન્જિન પાછળથી અથડાયું હતું. મધ્ય રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી હતી. 

આ ઘટનાને લઈને અધિકારીએ જણાવ્યું કે આ ઘટના લગભગ રાત્રે 10.45 વાગ્યે બની હતી અને હજુ સુધી કોઈને ઈજાથી હોવાના સમાચાર મળ્યા નથી. આ ઘટના ભારતમાં પેસેન્જર ટ્રેનની પ્રથમ દોડવાની 169મી વર્ષગાંઠના એક દિવસ પહેલા બની હતી.આ સાથે જ જીઆરપી મુંબઈના વરિષ્ઠ અધિકારીઓ રેલવે પ્રશાસન સાથે મળીને ફસાયેલા મુસાફરોની મદદ માટે વ્યવસ્થા કરી રહ્યા છે. મુસાફરોને કટોકટીની સ્થિતિમાં સહયોગ કરવા અને 1512 ડાયલ કરવા વિનંતી કરવામાં આવી છે.

દાદર-પુડુચેરી ચાલુક્ય એક્સપ્રેસ દાદર ટર્મિનસના પ્લેટફોર્મ 7 પરથી ડાઉન ફાસ્ટ લાઇનમાં પ્રવેશી રહી હતી ત્યારે CSMT-ગડગ એક્સપ્રેસ, જે લગભગ 9.30 વાગ્યે નીકળી હતી, તેને એક ક્રોસિંગ પર પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનાનો વીડિયો જે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયો છે તેમાં બે એક્સપ્રેસ ટ્રેનોના ડબ્બા પાટા પરથી ઉતરતા પહેલા અથડાતા જોવા મળે છે. 

આ સાથે જ સુરક્ષાના કારણોસર અપ અને ડાઉન ધીમી લાઈનો પર ટ્રાફિક થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. સરકારી રેલ્વે પોલીસ કમિશનરે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે બે ડાઉન ટ્રેનો વચ્ચે “નાની ટક્કર” થઈ હતી અને પુડુચેરી એક્સપ્રેસને ખાલી કરવામાં આવી રહી છે.આ મહિનામાં સેન્ટ્રલ રેલવે સેક્શન પર આ બીજો અકસ્માત છે. અગાઉ, લોકમાન્ય તિલક-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) 3 એપ્રિલ, 2022 ના રોજ મહારાષ્ટ્રના નાસિક નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી.