આ ડ્રાયફ્રૂટમાંથી ઘરેજ બનાવો કેમિકલ વગરની કાજલ – તમારી આખોનું વધારશે તેજ અને આંખોને બનાવશે સુંદર
- બદામમાંથી બનાવો કેમિકલ રહિત કાજલ
- આ કાજલ તમારી આંખોનું તેજ વધારશે
દરેક મહિલા ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આકર્ષક દેખાઈ, આ માટે મહિલાઓ ખૂબ સજતી સવરતી હોય છે પરંતુ મહિલાઓને સુંદર દેખાડવામાં તેમની આંખો મહત્વનો ભાગ ભજવે છે, આંખોને સુંદર દેખાડવા માટે કાજલ અને મસ્કરાનો ઉપયોગ કરવામાં આવે છે,કાજલ લગાવેલી મહિલા સુંદર તો દેખાઈ જ છે સાથે સાથે એક અલગ આત્મવિશ્વાસ ઘરાવતો લૂત આપે છે, ત્યારે આવી સ્થિતિમાં આંખોમાં લગાવવાની કાજલ ઘરે બનાવેવી હોય તે લવધુ સુરક્ષિત છે, કારણ કે આંખો ખૂબજ સંવેદનશીલ અંગ છે તેમાં કોઈ પણ કેમિકલ ન જાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આંખોની કાળજી રાખવા માટે પહેલાના સમયમાં મહિલાઓ કાજલ ઘરે જ બનાવવાનું પસંદ કરતી હતી. જે માત્ર સુંદરતા વધારવા માટે જ ઉપયોગી નહોતું, પરંતુ ઘરે બનાવેલી કાજલથી આંખોની દ્રષ્ટિ પણ તેજ બનતી હતી.
ત્યારે હવે કેમિકલથી ભરેલા પ્રોડક્સની વચ્ચે આજે ફરી હર્બલ ઉત્પાદનોનું વલણ પણ ઝડપથી વધી રહ્યુ છે. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો પહેલાની મહિલાઓની જેમ કાજલ ઘરે જ તૈયાર કરી શકો છો. જે તમારી આંખોની સુંદરતાની સાથે તેજ બનાવવા માટે પણ ઉપયોગી કરશે.
ઘરમાં કાજલ બનાવવા માટે રીત અને સામગ્રીઃ– એક દીવો, સરસવનું તેલ, બે બદામ, સુતરાઉ વાટ.
કાજલ બનાવવાની રીત ખૂબ જ સરળ છેઃ- સૌ પ્રથમ એક દીવો લો અને તેમાં સરસવનું તેલ ઉમેરો.ત્યાર બાદ તેમાં બે બદામ નાખીને રુની વાટને દિવામાં રાખો,પછી એક પ્લેટની મદદથી આ દિવાને ઢાંકી દો,ધ્યાન રાખવું કે દિવો ઓલવાય ન જાય, હવે જ્યારે દિવો સળગશે એટલેલબદામ પણ બળવાનું શરુ કરશે, અને તે બદામ બળીને દિવાની પ્લેટ પર કાળાશના રુપે જમા થશે, આ છે તમારી તૈયાર પ્યોર બદામની ધરે બનાવેલી કેમિકલ રહિત કાજલ.
હવે આ પ્લેટ પરથી તમે લાકડીની સ્ટિક કે ચમચીની મદદ વડે સાદી સાફ નાની ડબ્બીમાં સંગ્રહ કરીલો, હવે આ ડબ્બીમાં 4 થી 5 ટીપા બદામના તેલના એચ કરીને મિક્સ કરીલો, બદામના ધૂમાડામાંથી બનેલી કાજલમાં વિટામીન ઈ ની માતચ્રા હોય છે જે આંખોનું તેજ વધારે છે અને નુકશાનથી બચાવે છે