શિયાળામાં લીલી હરદળમાંથી બનાવો નેચરલ પેક- જે ત્વચાને પહોંચાડે છે અઢળક ફાયદાઓ
- લીલી હળદર સ્કિન માટે ગુણકારી
- લીલી હળદરની પેસ્ટથી કાળા દાઢ થાય છે દૂર
- આ પેસ્ટથી સ્કિન પર ગ્લો આવે છે
શિયાળો આવતાની સાથે જ સ્કિનના પ્રોબલેમ થવા લાગે છે, સ્કિન રુસ્ક બનવાથી લઈને સ્કિન પર કાળા ડાઘ પડવા વગેરે જેવી સમસ્યાઓથી સૌ કોઈ પીડાતા હોય છે, આ સાથે જ શિયાળામાં લીલી હળદર માર્કેટમાં ખૂબ આવે છે, આ લીલી હળદર તમારા સ્કિનની દરેક પ્રોબલેમને દૂર કરી શકે છે,જે રીતે સુકી હળદરની પેસ્ટ ચહેરા માટે બેસ્ટ પ્રો઼ક્ટ સાબિત થાય છે એજ રીતે આ લીલી હળદરથી પણ ચહેરાની સ્કિનને ઘણો ફાયદો થાય ચે અને અનેક સમસ્યામાંથી છૂકારો મળેવી શકાય છે.
પેસ્ટ બનાવવાની રીતઃ-લીલી હળદરને બરાબર છોલી લો, તેની છાલ કાઢીને તેને 2 ત્રણ પાણી વડે ઘોઈલો, હવે આ હળદરને પિસીલો, તેમાં લીબુંનો રસ અને એક ચમચી બેસન એડ કરીને બરાબર પેસ્ટ બનાવી લો.આ સાથે જ લીબું વગર જો ફેસ પેક બનાવવો હોય તો લીલી હળદરને પીસીને તેમાં મલાઈ તથા બેસન એડ કરીને પણ પેસ્ટ કે ફેસપેક બનાવી શકો છો.
લીલી હળદરના પેકથી થતા ફાયદાઓ
આ પેસ્ટને ચહેરા પર લગાવીને 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ ઠંડા પાણી વડે ચહેરાને ધોઈલો આમ કરવાથી ચહેરાની સ્કિન ગ્લો કરશે.
તમારી કાળી પડી ગયેલી ગરદનની સ્કિન માટે પણ આ પેસ્ટ કારગાર સાબિત થાય છે, કાળી પડેલી કોણી ગરદન અને પગની ગૂટી પર આ પેસ્ટ લગાવીને 10 થી 15 મિનિટ બાદ ઘોઈ લેવી આમ એઠવાડિયામાં 3 લખત કરવાથી સ્કિન પરથી કાળાશ દૂર થાય છે.
આ પેસ્ટને લગાવવાથી ચહેરોનો વાન ખીલી ઉઠૂ છે, આ સાથે જ તે સ્ક્રબનું પણ કામ કરે છે જેનાથી ઘૂળ માટી ચહેરા પરથી દૂર થાય છે, ખુલેલા છીદ્રો પેક થાય છે અને ત્વચાને પોષણ મળે છે.બહારનીસ ઘૂળ રજ થી લીલી હળદર ચહેરાને પ્રોટેક્ટ કરે છે.
આ પેસ્ટ ચહેરાની સાથે સાથે હાથ અને પગની સ્કિનને પણ મુલાયમ બનાવે છે. હાથ અને પગ પર પેસ્ટ વડે મસાજ કરવાથી સ્કિન ગ્લો કરે છે સાથે રફ સ્કિન કોમળ બને છે.
તમારા બોડીના કોઈ પણ પાર્ટ પર જો વધુ પડતી કાળાશ હોય ખાસ કરીને અંડર આર્મ્સમાં તો આજગ્યાઓ પર આ લીલી હળદરની પેસ્ટ લગાવીને મસાજ કરી 10 મિનિટ રહેવા દોન પછી ઘોઈ નાખવાથી કાળાશ દૂર થાય છે.