Site icon Revoi.in

લાઈફ સ્ટાઈલમાં કરો થોડો ફેરફાર અને બચો હાર્ટ એટેકના હુમલાથી

Social Share

આજકાલ દર બીજે ત્રીજે દિવસે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થી રહ્યો છે,દેશભર કે પછી વિશ્વભરમાં મરનારાનું કારમ કોર્ટ ટેક હોય છે.આજે  બાબાત ખુબ મોટો પાયે વધી રહી છે.જો કે તેનું કારણ છે જકાલની જીવાતી જીવનશૈલી,જો પણે આપણી લાઈફ સ્ટાઈલને ચેન્જ કરીએ તો ચોક્કસ પણે 80 ટકા હાર્ટે એટેકના જોખમને માત આપી શકીયે છીએ

‘અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી’ જર્નલમાં રજુ કરવામાં આવેલા એક રિસર્ચ રિપોર્ટમાં માં જણાવ્યા મુજબ જો સમયસર મહિલાઓ અને પુરુષો તેમની જીવનશૈલીમાં કેટલાક સ્વાસ્થ્યને લગતા સંપૂર્ણ ફેરફાર કરે તો તેમને હૃદયરોગનું જોખમ ઓછું રહે છે.

આ રિસર્ચમાં હાર્ટ અટેકનું જોખમ 80 ટકા કેવી રીતે ઘટાડી શકાય છે તે અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે. સંશોધકોએ એવી આદતો પર વધારે પડતું ધ્યાન આપ્યું છે જે હાર્ટને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરી શકે છે.

રોજીંદા ખોરાકમાં ફ્રુટ્સ, શાકભાજી, દાળ, નટ્સ, ઓછી ચરબીવાળા ડેરીના પ્રદાર્થો, આખા અનાજવાળા ખોરાક અને માછલીનો ઉપયોગ પોતાના ખોરાકમાં કરવાથી 18 ટકા હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.

બીજી વાત કરવામાં આવે તો આ રિસર્ચ મુજબ પુરુષોમાં વેસ્ટલાઈન 37 અથવા તેનાથી ઓછી ઈંચની હોવી જોઈએ, જ્યારે મહિલાઓની કમર 35 ઈંચ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ. આ માપને સતત જાળવી રાખવાથી હાર્ટ અટેકનું જોખમ 12 ટકા સુધી ઘટી જાય છે.

તે પરાંત દરરોજ બે કે તેથી ઓછી માત્રામાં આલ્કોહોલિક પીણાનું સેવન કરવાથી પણ 11 ટકા હાર્ટ અટેકનું જોખમ ઘટી જાય છે. જ્યારે મહિલાઓએ એક ગ્લાસથી વધુ આલ્કોહોલિક પીણાંનું સેવન ન કરવું જોઈએ.

દરરોજ કસરત કરવાથી હાર્ટ અટેકનું જોખમ 3 ટકા ઘટી જાય છે.