Site icon Revoi.in

નાસ્તાની દુકાન ચલાવતા અનોખા જીવ દયા પ્રેમી – 1 કિલો દોરીનું ગૂંચડૂ આપો અને નાસ્તો લઈ જાવ

Social Share

સુરતઃ- સામાન્ય રીતે આપણે ઉતરાયમ વખતે ઘણા જીવદયા પ્રેમીઓ જાય હશે કે જેઓ પતંગની દોરીથી ઘાયલ થયેલા લોકોને બચાવે છે તેમની સારવાર કરે છે,ઉતરાયમ આવતા જ આ બધા સેવામાં જોતરાય જાય છે,પરંતુ ઉતરાય ગયા પછી શું?

આજે આપણે વાત કરીશું સુરતના વ્યક્તિની કે જેણે ઉતરાયણ બાદ પણ પક્ષીઓને બચાવવા માટેની અનોખી પહેલ હાથ ઘરી છે. સુરતના આગમ આર્કેડમાં જય ગોપીનાથ નામની  ફરસાણની દુકાન ચલાવતા આ વ્યક્તિ અનોખા જીવ દયા પ્રેમી છે, કારણ કે તેમણે ઉતરાયણ બાદ જે પતંગની દોરીો હોય છે તેને એકઠી કરવાનું અભિયાન હાથ ઘર્યું છે.

આ માટે ન તો તેઓ રસ્તાઓ પર જઈને દોરી વણે છે પરંતુ તેમણે લોકો માટે આ કામ કરવા શાનદારક ઓફર જાહેર કરી છે, વાત જાણે એમ છે કે તમણે ઓફસ ચાલુ કરી છે કે 1 કિલો દોરીનો ગૂંચડો આપશો તો સામે તેઓને ખમણ અથવા ચીઝ લોચો રોલ મફ્તમાં આપવામાં આવશે.

તેમણે આ સેવા બાબતે કહ્યું કે  ઉતરાયણ આપણે  ઉત્સાહથી ઉજવીએ છીએ પણ આ તહેવાર પછી દોરાની ગૂંચ ગમે ત્યાં રહી ડાય છે છેવટે પક્ષીઓના પાંખ,પગ અંદર આવી જાય તો તેમને નુકશાન થાય છે.જેથી હું આ દોરાની ગૂંચડીઓ એકઠી કરું છું,તેમણે 20 જાન્યુઆરી સુધી આ શાનદાર ઓફર લોકોને આપી છે જેથી કરી મોટા ભાગના દોરીના ગૂંચડાઓ સમેટી શકાય અને પક્ષીઓને બચાવી શકાય