Site icon Revoi.in

રાત્રે બચેલા વાસી ભાતથી બનાવો સવારે ટેસ્ટી નાસ્તો, પરિવારના સભ્યો આંગળીઓ ચાટતા રહેશે

Social Share

ઘણીવાર રાતના ભોજનમાં ભાત વધારે બની જાય છે. એવામાં કેટલાક લોકો ભાતને ફેકી દે છે. પણ તમે આ ભાતનો ઉપયોગ કરી સવારે ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો.

વાસી ભાતને ફેકવાની જગ્યાએ તમે આ ભાતને બીજા દિવસે સવારે ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો.

ઘણી વખત સાંજના ભોજનમાં ભાત વધારાના બની જાય છે, આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં રહે છે કે બચેલા ભાતનું શું કરવું.

સાંજના બચેલા ભાતને ફેંકી દેવાને બદલે, તમે તેમાંથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકો છો અને તેને નાસ્તામાં ખાઈ શકો છો.

પુલાવ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ગરમ મસાલા જેવા કે જીરું, ડુંગળી, લીલા મરચાં, આદુ, લસણ, ટામેટા, મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર વગેરે ઉમેરો.

હવે તે વાસી ભાતને પેનમાં નાંખો અને તેને બરાબર હલાવો. પછી તેની ઉપર સ્વાદ મુજબ મીઠું નાખો.

હવે તમે આ પુલાવને પ્લેટમાં કાઢીને ઉપર લીલા ધાણા છાંટીને તમારા પરિવારના સભ્યોને નાસ્તામાં સર્વ કરી શકો છો.

આ એક સરળ અને ટેસ્ટી રેસીપી છે. જેની મદદથી તમે વાસી ભાતનો ઉપયોગ કરીને નાસ્તો બનાવી શકો છો.