- શિયાળામાં તજપત્તાની ચા ગુણકારી
- ઠંડીની અસર કરે છે ઓછી
શિયાળો આવતાની સાથે જ આપણે આપણા ખોરાકમાં થોડો બદલાવ કરીએ છીએ ખાસ કરીને ગરમ મસાલા અને તેજાના સહીત, ડ્રાયફ્રૂટ પણ વધુ ખાતા હોઈએ છીએ ત્યારે જો ચા ની વાત કરીએ તો ચા શિયાળાની ઠંડી ભગાડવા માટે પ્રાચીનકાળથી ચાલી આવતો સૌથી બેસ્ટ ઓપ્શન છે.એમા પણ જો ચ્હામાં કેટલીક વસ્તુઓ નમાખીને ચા પીવામાં આવે તો ભરઠંડીમાં પણ રાહત મળે છે.
એલચી વાળી ચા
ચા માં એલચી નાખીને પીવાથી શરદી મટે છે અને ગળાના દુખાવામાં પણ રાહત થાય છે સવારની ચામાં એલચી નાખીને બનાવવી જોઈએ
આદુવાળી ચા
સવારે ચા માં જો આદુ નાખવામાં આવે તો ગળાની ખરાશ માટે છે.આ સાથે જ આદપની તાસિર ગરમ હોવાથી તે ઠંડીને ભગાડવાનું કાનમ કરે છએ શરીરમાં ગર ઊર્જા બનાવે છે.
તેજપત્તા વાળી ચા
તેજપત્તાની ચા પીવાથી શરીરનું મેટાબૉલિઝમ બૂસ્ટ થાય છે અને મેદસ્વિતા અને વજન ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત તેજપત્તાની ચા પીવાથી શરીરની વધારાની ચરબી બર્ન થાય છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ફૂદીના વાળી ચા
ફૂદીનો શિયાળામાં શરદી ભગાવાનો બેસ્ટ ઈલાજ છે. ફૂદીનો શરદી ,ખાસી જેવી અનેક બીમારી માં રાહત આપે છે.આ સાથે જ તે અનર્જી આપે છે.