બરછડ બની ગયેલા વાળને ઘરેલું ટ્રિક અને ટિપ્સથી બનાવો મુલાયમ-ખાસ આટલી બાબતનું રાખો ઘ્યાન
- વાળને સુંદર બનાવા ઘરે બનાવેલ કન્ડિશનરનો કરો ઉપયોગ
- કેમિકલથી વાળને ખરાબ થતા અટકાવો
સામાન્ય રીતે હાલ શિયાળાની સિઝન છે જેથી વાતાવરમમાં ભેજનું પ્રમાણ હોય છે તો ઘરની બહાર નિકળતા વાળમાં ડસ્ટ લાગે છે જેથી વાળ કોરા, રુસ્ક અને બરછડ બની જાય છે, ઘણી વખત વાળમાં હેર ઓઈલ કર્યા વિનાજ આપણે બેડમાં સપઈ જઈએ છીએ જેથી વાળ ઓશિકા સાથે ઘસાવાના કારણે પણ બરછડ બની જાય છે.
બરછડ બની ગયેલા વાળને તમારે ઘરે રહીને સુંદર બનાવવા હોય ્ને મુલાયમ બનાવા હોય તો કેચલીક ટિપ્સ ફોલો કરવી પડશે તેના માટે કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ જે વાળને પોષમપુરુ પાડે છે. આ સાથે જ નેટરલ વસ્તુઓના વધુ પ્રયોગ કરવો જે નુકશાન કરશે નહી, બહાર મળતા શેમ્પુ કે કેન્ડિશનર વાળને લાંબા ગાળે નુકશાન કરે છે.
વાળને મુલાયમ બનાવા આટલું કરો- આ વાતનું રાખા ધ્યાન
- સાદુ હેરઓઈલ એટલે કે નારિયેળના તેલમાં એલોવેરા જેલ મિક્સ કરી વાળ પર માલિશ કરો અને અડધા કલાક સુધી માલિશ કર્યા બાદ તેને શેમ્પૂ વડે ઘોઈલો તેનાથી વાળ રેશમી બનશે
- વાળને મોઇશ્ચરાઇઝિંગ માટે અડધો ગ્લાસ ગરમ પાણી સાથે એક ચમચી મધ એડ કરીને મધ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી મિશ્રણ કરો. આ કન્ડિશનર વાળમાં કરો જે તમારા વાળને પોષણ આપે છે,કારણ કે મધમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો હોય છે
- એક ગલ્સા પાણી સાથે બિયર મિક્સ કરો અને તેને વાળમાં માલિશ કરી વાળ ધોઈલો. નોન-આલ્કોહોલિક બિઅરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં આલ્કોહોલ હોતું નથી, જે વાળ સુકાવે છે. બિઅરમાં ઘણાં પ્રોટીન હોય છે, જે વાળના ટુકડાઓને એક સાથે સારી રીતે ફીટ કરે છે.
- ઈંડા ,મધ અને નારિયેળના તેલનું મિશ્રણ બનાવીને વાળમાં માલીશ કરીને વાળ હુંફાળા પાણીએ ધોઈ લેવા . આ પેસ્ટ કન્ડિશનરનું કામ કરે છે.
- આ સાથે જ એલોવિરાના જેલમાં હેરઓઈલ મિક્સ કરી વાળમાં મસાજ કરવું ત્યાર બાદ ઠછંડા પાણીથી વાળ ધોવા જેનાથી વાળ સુંદર રેશમી બને છે.
- દહીં અમે મધને બરાબર માત્રા લઈને તેનાથી વાળમાં કન્ડિશનર કરવું દેથખી વાળને પોષણ મળી રહે છે અને વાળ રુસ્ક થતા અટકે છે, આ એક દેશી કન્ડિશનર સાબિત થાય છે
- એક કપ મેથીના દાણા પાણીમાં આખી રાત બોળીને બીજે દિવસે સવારે તેને મિક્સરમાં ક્રશ કરી લઈને દહીં તથા મધ મિક્સ કરી તેની પેસ્ટથી વાળમાં મસાજ કરવું ત્યાર બાદ વાળને ધોઈ લેવા. આ કન્ડિશનરથી વાળ ખરતા અટકે છે