સ્વાદિષ્ટ ચટણી આ ફળમાંથી બનાવો, નોંધી લો રેસિપી.
ચટણી કોઈપણ વસ્તુનો સ્વાદ વધારે છે. સામાન્ય રીતે ચટણી ફુદીના અથવા કોથમીરની બને છે, આજે અમે તમને ચટણીનો એક નવો વિકલ્પ જણાવવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી તમે પાઈનેપલને ફળ તરીકે જ ખાધુ હશે, પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી એક ઉત્તમ ચટણી પણ બનાવવામાં આવે છે. આ ચટણી બનાવવામાં થોડો સમય ચોક્કસ લાગશે, પરંતુ દરેકને તેનો સ્વાદ ગમશે. તો હવે જ્યારે તમને ચટણી બનાવવાનું મન થાય, ત્યારે પાઈનેપલ ચટણીની રેસીપી અજમાવી જુઓ.
પાઈનેપલ ચટની બનાવવા માટેની સામગ્રીઃ
1/2 કપ વિનેગર
1/2 કપ ખાંડ
150 ગ્રામ પાઈનેપલ
બારીક સમારેલ 1 ટીસ્પૂન આદુ
1/2 ટીસ્પૂન લસણ
1/2 લીંબુનો રસ
1 તજની સ્ટીક
1 સ્ટાર અને 2-3 કાળા મરી
કોથમીર (ગાર્નિશિંગ માટે)
1 ડુંગળી
પાઈનેપલ ચટણી કેવી રીતે બનાવવી
1. એક પેનમાં વિનેગર અને ખાંડ મિક્સ કરો
2. જ્યારે મિશ્રણ અડધું થઈ જાય, ત્યારે તેમાં લેમન ગ્રાસ, સ્ટાર વરિયાળી, તજ, લીંબુના પાન, કાળા મરી, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો અને ઘટ્ટ થાય છે
3. જ્યારે મિશ્રણ પાકી જાય અને ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં પાઈનેપલના ટુકડા ઉમેરો
4. એક મિનિટ માટે પકાવો. હવે સ્વાદિષ્ટ ચટણી તમારા માટે રેડી છે.