ઉનાળામાં બનાવો સ્વાદિષ્ટ મેંગો શ્રીખંડ
હાલ ધોમધખતો તાપ પડી રહ્યો છે ત્યારે તમારી જાતને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવા માટે તમે સ્વાદિષ્ટ કેસર શ્રીખંડનો આનંદ માણી શકો છો.તે એક પ્રકારની મીઠી વાનગી છે.તમે ખાધા પછી તેનું સેવન કરી શકો છો.તો ચાલો જાણીએ તેની સ્વાદિષ્ટ રેસિપી…
સામગ્રી
કેરી – 2-3
દૂધ – 2 લિટર
ખાંડ – 3 ચમચી
પિસ્તા – 2 ચમચી
બદામ – 2 ચમચી
દહીં – 2 કપ
કેસર – 2 ચમચી
બનાવવાની રીત
1. સૌથી પહેલા એક વાસણમાં દૂધ નાખી ગેસ પર મૂકો.
2. આ પછી દૂધમાં કેસર મિક્સ કરીને સારી રીતે ઉકાળો.
3. દૂધમાં કેસર સારી રીતે મિક્સ થવા દો અને પછી દૂધને ઠંડુ કરો.
4. કેરીને છોલીને મિક્સરમાં નાંખો અને જાડી પેસ્ટ તૈયાર કરો.
5. એક બાઉલમાં ખાંડ, કેસર દૂધ અને દહીં મિક્સ કરો.
6. પેસ્ટમાં કેસરનું દૂધ અને અન્ય ઘટકો ઉમેરો અને 15 મિનિટ સુધી પકાવો.
7. પિસ્તા અને બદામથી ગાર્નિશ કરીને ફ્રીજમાં રાખો.
8.થોડી વાર પછી તેને ફ્રીજમાંથી બહાર કાઢીને ઠંડા કેરીના શ્રીખંડનો આનંદ લો.