Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ખૂબ જ સરળ રીતે બનાવો  ગરમા ગરમ સ્વાદિષ્ટ લીલવાની કચોરી

Social Share

સાહિન મુલતાનીઃ-

 

શિયાળામાં ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજીઓ આવતા હોય છે,જેમાં ખાસ કરીને લીલી તુવેર પુષ્કળ પ્રમાણમાં આવે છે ,અને શિયાળામાં તેની કચોરી ખાવાની મજા પણ કંઈક અલગજ હોય છે, લીલવાની કચોરી ગુજરાતનું ફેમસ ફરસાણ છે, જે શિયાળાની ઋતુમાં ખૂબ ખાવામાં આવે છે,તો આજે વાત કરીશું લીલવાની કચોરી બનાવવાની જે એકદમ સરળ અને ઈઝી રીતે બનાવી શકાય છે.

કચોરીની પુરી બનાવવા માટે

સૌ પ્રથમ 300 ગ્રામ મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠૂં, 3 ચમચી તેલનું મોળ નાથીને પાણી વડે લોટ બાંધી લેવો, ત્યાર બાદ લોટને બરાબર ઢાંકણ ઢાકીને સાઈડમાં રાખી દેવો,લોટ થોડો કઠણ રાખવો કારણ કે થોડી વખત આમજ રહેવાથી તે નરમ થઈ જશે.

કચોરી બનાવા માટેની સામગ્રી

 

લીલવાની કચોરી બનાવવાની રીત

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં રાય ફોડી લો, તેમાં કઢી લીમડો એડ કરીને હિંગ, લીલા મરચા અને આદુની પેસ્ટ એડ કરીલો, હવે તેને બરાબર સાંતળો, ત્યાર બાદ તેમાં હળદર ,મીઠું,તલ એડ કરીલો,હવે 1 મિનિટ બાદ તેમાં ક્રસ કરેલા દાણા એડ કરીને બરાબર ફેરવતા રહો, દાણા બરાબર પાકી ન જાય ત્યા સુધી કઢાઈમાં તવીથા વડે ફેરવો.

હવે ગેસ બંધ કરી કઢાઈને ઉતારીલો, ત્યાર બાદ તેમાં સીંગદાણાનો ભૂખો ,કોપરાની છીણ, લીબુંનો રસ, ખાંડ અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરીલો.

હવે જે મેંદાનો લોટ બાંધીને પહેલાથી રાખ્યો છે તેના ખૂબ જ નાના નાના લૂઆ બનાવીને એક સરખી નાની નાની સાઈઝમાં પુરી  વણીલો, હવે તેમાં લીલવાનુંસ્ટફિંગ ભરીને ગોળ પોટલીને જેમ વાળઈલો, ઉપર બચેલી મેંદાની રોટલીની ઘાર કાઢીલો, હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેને તળીલો,તૈયાર છે સ્વાદિષ્ટ લીલવાની કચોરી.

આ કચોરી તમે કોકમ-ગોળની ચટણી અથવા તો ટામેટા સોસ અથવા તો ગોળ-આમલીની ચટણી સાથે ખાી શકો છો.