ઉપવાસ દરમિયાન લોકો સાદા અને હેલ્ધી ફૂડને પ્રાથમિકતા આપે છે, જે એનર્જી જાળવી રાખે છે અને શરીરને પોષણ પણ આપે છે. ઉપવાસ દરમિયાન કુટ્ટુના લોટમાંથી બનાવેલા ઢોંસાનું સેવન કરવું એ એક ઉત્તમ વિકલ્પ છે. કુટ્ટુનો લોટ ગ્લૂટન-ફી હોય છે, અને તેમાં પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ અને આયર્ન જેવા આવશ્યક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ લોટનો ઉપયોગ માત્ર ઉપવાસ દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ કરી શકાય છે. કુટ્ટુના ઢોસા બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે.
• જરૂરી સામગ્રી
- 1 કપ કુટ્ટુનો લોટ
- 2 ચમચી અરબી અથવા બાફેલા બટાકા (બાંધવા માટે)
- 1/2 કપ દહીં (વૈકલ્પિક)
- 1 નાની ચમકી જીરું
- સ્વાદ મુજબ સેંધા મીઠું
- લીલા મરચા, બારીક સમારેલા (સ્વાદ મુજબ)
- કોથમી (ગાર્નિશ માટે)
- ઘી અથવા તેલ (ઢોંસા બનાવવા)
- પાણી (જરૂર મુજબ)
• ઢોંસા બનાવવાની રેસીપી
- સૌ પ્રથમ, એક મોટા વાસણમાં કુટ્ટુનો લોટ લો.
- તેમાં બાફેલા અને છૂંદેલા બટાકા ઉમેરો. આ ઢોંસાને ક્રિસ્પી બનાવવામાં મદદ કરશે. જો તમે ઈચ્છો તો તેમાં 2 ચમચી દહીં પણ ઉમેરી શકો છો, જેનાથી ઢોસામાં ખટાશ પણ આવશે અને તેનો સ્વાદ પણ વધશે.
- હવે તેમાં જીરું, બારીક સમારેલા લીલા મરચાં, કોથમી અને સેંધાલુ ઉમેરો. તેમાં હવે થોડું-થોડું પાણી ઉમેરીને એક સરળ અને પાતળું દ્રાવણ તૈયાર કરો. મિશ્રણ એટલું પાતળું હોવું જોઈએ કે તેને તવા પર સરળતાથી ફેલાવી શકાય, પરંતુ એટલું પાતળું નહીં કે તે તવા પર ચોંટી ન જાય.
- નોન-સ્ટીક તવાને ગરમ કરો. તવા પર થોડુ ઘી અથવા તેલ લગાવો અને તૈયાર કરેલા મિક્ષણને ગોળ આકારમાં ફેલાવો. તેને મીડીયમ આંચ પર ક્રિસ્પી અને સોનેરી થાય ત્યાં સુધી બેક કરો.
- તૈયાર કરેલા ઢોંસાને લીલી ચટણી અથવા દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.