Site icon Revoi.in

રસોડામાં રહેલી આ વસ્તુઓનો કરો સદઉપયોગ, ચહેરા માટે છે ફાયદાકારક

Social Share

ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ એવી છે કે શરીરને અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમાં એક છે હળદર કે જેમાં એન્ટીઓક્સીડેન્ટ છે અને સાથે કર્ક્યૂમિન બ્યૂટી ટ્રીટમેન્ટ માટે બેસ્ટ છે.

ઘણીવાર તો બ્યુટી એક્સપર્ટ પણ અનેક લોકોને હળદરનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે અને તેના કારણ આ જ છે. હળદર અને મધ મિક્સ કરીને લગાવવાથી સ્કિન ટાઈટ રહે છે અને મોઈશ્ચરાઈઝ પણ થાય છે.

મધ અને લીંબુને મિક્સ કરીને લગાવવાથી અનેક ફાયદા થાય છે અને જો તેમાં દહીં મિક્સ કરીને લગાવવામાં આવે તો તેનાથી ટેનિંગ દુર થાય છે. મધમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી ફેરનેસ વધે છે અને તજ પાઉડર મિક્સ કરીને લગાવવાથી પિંપલ્સ દૂર થાય છે.

આ ઉપરાંત બટાકાની પેસ્ટમાં મધ મિક્સ કરીને લગાવવાથી ડ્રાયનેસ દૂર થાય છે અને મધ અને નારિયેળ તેલ મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે.