- ગુલાબ ત્વચા માટે ગુણકારી
- ફેસ પર ગ્લો લાવવાનું કામ કરે છે ગુલાબ
આપણે પ્રાચીનકાળથી સાંભળતા આવ્યા છે કે ગુલાબના ફૂલો ત્વચા માટે ખૂબ જ સારા ગણાય છે,ત્વાચાને લગતી દરેક સમસ્યાથી લઈને તવચા પર ગ્લો લાવવા માટે ગુલાબનો ઉપયોગ થાય છે આ સાથે જ ગુલાબનું પાણી એટલે કે ગુલાબ જળ પર ત્વચા માટે વરદાન સાબિત થાય છે તો આજે વાત કરીશું ગુલાબના પાવડરની જે ઘરે જ બનાવી શકો છો અને તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
ગુલાબનો પાવડર આ રીતે બનાવો
- ફ્રેશ ગુાલબ લાલ રંગના 30 કે 40 લઈલો
- હવે આ ગુલાબને બરાબર સાફ કરીને તેની પાંદડીઓ અલગ પાડીલો
- હવે ગુલાબના પાનને એક પહોળા વાસણમાં રાખીને તેના પર નેટ વાળું પાતળું કાપડ ઢાંકીને તેને ઘરમાં જ પંખા નીચે સુકવો, તડકામાં સુકવવાથી તેના ગુણો નાશ પામે છે.
- હવે જ્યારે 5 કે 6 દિવસ બાદ ગુલાબ સુકાઈ જાય એટલે મિક્સરની જાર બરાબર સાફ કરીને તેમાં પીસી લો હવે આ પાવડરને તમે અનેક રીતે વાપરી શકો છો.
ગુલાબના ફૂલની 10 થી 15 પાંખડીઓ અને ચંદનના તેલનું એક ટીપું તમારા થાકને દૂર કરી શકે છે. ગુલાબ તમારા લીવરને લગતી સમસ્યાઓ પણ દૂર કરે છે. જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય અને મોઢામાં કોઈ પ્રકારનો સોજો હોય તો તેનાથી તમને રાહત મળી શકે છે. સૌંદર્ય નિષ્ણાતોના મતે ગુલાબનો પાવડર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
નિસ્તેજ ત્વચાને કારણે ત્વચા ખૂબ જ નિર્જીવ લાગે છે. તેનું કારણ એ છે કે લોકોની ઉંમર વાસ્તવિક ઉંમર કરતાં વધુ લાગે છે. સૌંદર્ય નિષ્ણાંતોના મતે ગુલાબનો પાવડર ત્વચા પર લગાવવાથી ત્વચાની ચમક સુધરે છે.
ગુલાબના પાઉડરની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે. કેટલાક લોકોને એલર્જીને કારણે ત્વચામાં બળતરા થાય છે. ક્યારેક આ કારણે ખંજવાળ પણ શરૂ થાય છે. આ બળતરાને ઓછી કરવા માટે ગુલાબ પાવડર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે ત્વચાની લાલાશ ઓછી કરીને તમને રાહત આપે છે.
લોકો શુષ્ક ત્વચાથી પરેશાન છે. તેનાથી ત્વચાને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. જો તમે પણ શુષ્ક ત્વચાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારી ત્વચા પર ગુલાબ પાવડરની પેસ્ટ લગાવો અને 10 મિનિટ પછી તેને ધોઈ લો. તેનાથી ત્વચાની શુષ્કતા દૂર થશે.