હાથને બનાવો વધારે સુંદર,અપનાવો આ સરળ ઉપાય
દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે જ્યારે પણ તે ઘરની બહાર નીકળે ત્યારે સુંદર અને આકર્ષક દેખાય, આપણી ગુજરાતી ભાષામાં તો કહેવત પણ છે કે સુંદરતા એ સ્ત્રીનું ઘરેણું છે, પણ ક્યારેક રસોડામાં કામ કરતી વખતે અને ઘરના અનેક કામ કરતી વખતે સ્ત્રીના હાથની શોભા મુરજાઈ જતી હોય છે. પણ હવે તેને લઈને ચીંતા કરવાની જરૂર નથી કારણ કે હાથની સુંદરતાને હવે સરળતાથી પણ પરત લાવી શકાય છે.
આના માટે સૌથી પહેલા તો એ વાતનું ધ્યાન રાખો કે તડકામાં જતા પહેલા ચહેરા, ગરદન અને બાવડા પર સનસ્ક્રીન જરૂર લગાવો. વિટામીન સી અને રૈટિનોલ યુક્ત ક્રીમ પણ ત્વચાને કોમળ બનાવે છે. તમે તેનાથી તમારી ઉંમરને રોકી તો નથી શકતાં પરંતુ ત્વચા પર કાબુ થઈ રહેલા સમયને ધીમો કરી શકાય છે.
આ ઉપરાંત, જો વાત કરીએ તો જ્યારે પણ તમે વાહન ચલાવો, ડ્રાઈવીંગ કરો ત્યારે હાથના મોજા અવશ્ય પહેરો. ક્યુટીકલ અને નખ પર બે વખત ઓલિવ ઓઈલ વડે મસાજ કરો. આનાથી નખનો વિકાસ સારો થશે અને ચમક પણ જળવાઈ રહેશે. અઠવાડિયામાં એક વખત હાથ પર ફ્રુટ પેકમાં મધ ભેળવીને લગાવો. રસોડામાં કામ કરતી વખતે, કપડાં ધોતી વખતે અને અન્ય કામકાજ કરતી વખતે રબરના મોજા અવશ્ય પહેરો. બે અઠવાડિયામાં એક વખત હાથ પર સ્ક્રબરનો ઉપયોગ કરો. હાથ પર મોઈશ્વરાઈઝર અવશ્ય લગાવો. જો હાથ ફાટી ગયાં હોય તો રાત્રે સુતી વખતે હેંડ ક્રીમ વડે સારી રીતે માલીશ કરો.