શિયાળામાં તાજા ફળો અને શાકભાજી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે, અને ગાજરનો હલવો શિયાળાના દિવસોમાં એક ઉત્તમ મીઠાઈ છે, ગાજરનો હલવો માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, ગાજરમાં વિટામિન A, C મળી આવે છે અને એન્ટીઓક્સીડેન્ટ્સ તમારી ત્વચાને પણ ચમકદાર બનાવે છે અને તે શરીરને હૂંફ આપવાનું પણ કામ કરે છે.
• હલવો બનાવવાની સામગ્રી
4-5 તાજા અને મધ્યમ કદના ગાજર
1 કપ દૂધ
1/2 કપ ખાંડ (સ્વાદ પ્રમાણે વધારી કે ઘટાડી શકાય છે)
2 ચમચી ઘી
1/4 કપ સૂકો મેવો (કાજુ, બદામ, પિસ્તા)
1/2 ચમચી એલચી પાવડર
1 ચમચી કિસમિસ (વૈકલ્પિક)
1/2 કપ માવો
• હલવો બનાવવાની રીત
સૌ પ્રથમ ગાજરને સારી રીતે ધોઈને છોલી લો, પછી ગાજરને છીણી લો અને પ્લેટમાં રાખો. એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી નાંખો અને તેને ગરમ કરો, પછી તેમાં છીણેલા ગાજરને 4-5 મિનિટ સુધી સારી રીતે ફ્રાય કરો જેથી તે નરમ થઈ જાય અને તેની સુગંધ આવવા લાગે. હવે તેમાં 1 કપ દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, હલવાને મધ્યમ આંચ પર પાકવા દો, દૂધને ગાજરમાં સંપૂર્ણ રીતે શોષી લેવા દો, તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તે તળિયે ચોંટી ન જાય. જ્યારે દૂધ ઓછું થઈ જાય અને ગાજર સંપૂર્ણ રીતે પાકી જાય ત્યારે તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો, જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય અને હલવો ઘટ્ટ થઈ જાય. જ્યારે હલવો ઘટ્ટ થઈ જાય અને ઘી અલગ થવા લાગે તો તેમાં ડ્રાય ફ્રૂટ્સ (કાજુ, બદામ, પિસ્તા) અને માવો ઉમેરો, જો તમે ઈચ્છો તો તેમાં કિસમિસ પણ ઉમેરી શકો છો, આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને 2-3 મિનિટ પકાવો. ગરમાગરમ ગાજરનો હલવો તૈયાર થયા બાદ પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ સર્વ કરો.