Site icon Revoi.in

‘મેક ઇન ઇન્ડિયા’ 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે: નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા પહેલના 10 વર્ષ પૂરા થવાને લઈને પ્રશંસા કરી છે. નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ રાષ્ટ્રને મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન પાવરહાઉસમાં પરિવર્તિત કરવા માટે 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. તેમણે તમામ સંભવિત રીતે ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે પોસ્ટ કર્યું કે, “આજે, આપણે મેક ઇન ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ. હું તે તમામ લોકોને અભિનંદન આપું છું જેઓ છેલ્લાં એક દશકાથી આ આંદોલનને સફળ બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યાં છે. ‘મેક ઇન ઇન્ડિયા’ આપણા રાષ્ટ્રને ઉત્પાદન અને નવીનતાનું પાવરહાઉસ બનાવવાના 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. તે નોંધનીય છે કે કેવી રીતે વિવિધ ક્ષેત્રોમાં નિકાસમાં વધારો થયો છે, ક્ષમતાઓનું નિર્માણ થયું છે અને આ રીતે અર્થતંત્ર મજબૂત બન્યું છે.

ભારત સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’ને તમામ સંભવિત રીતે પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ છે. સુધારામાં પણ ભારતની પ્રગતિ ચાલુ રહેશે. આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું!”