આપણે તહેવાર અને વિશેષ પ્રસંગ્રે ઘરે ગળી વસ્તુઓ ભોજનમાં બનાવી છે, તેમજ ખાસ પ્રસંગ્રમાં ખીર બનાવી છે. ખીરનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઈને મોટા સુધી તમામના ચહેરા ઉપર કંઈક અલગ જ ભાવ જવા મળે છે. તો તમામની પ્રિય એવી ખીરને ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. આજે આપણે ગોળની ખીર બનાવતા શીખીશું…
• સામગ્રી
ચોખા – 1 કપ (બાસમતી અથવા અન્ય કોઈ ચોખા)
ગોળ – 1 કપ (છીણેલું)
દૂધ – 4 કપ
ઘી – 2 ચમચી
કાજુ અને કિસમિસ – ¼ કપ (ઝીણી સમારેલી)
એલચી – 2-3 (પાઉડર)
• પદ્ધતિ
સૌ પ્રથમ ચોખાને સારી રીતે ધોઈને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો, તેનાથી ચોખા સારી રીતે રાંધશે અને ખીરને એક અલગ જ સ્વાદ મળશે. એક ઊંડા વાસણમાં દૂધ નાખી ઉકાળો જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં પલાળેલા ચોખા નાખો. દૂધ અને ચોખાને મધ્યમ આંચ પર ચઢવા દો, લગભગ 15-20 મિનિટ સુધી રાંધો જ્યાં સુધી ચોખા સંપૂર્ણપણે નરમ ન થઈ જાય અને ખીર ઘટ્ટ થઈ જાય. જ્યારે ચોખા બરાબર પાકી જાય ત્યારે તેમાં છીણેલો ગોળ નાખો, ખીરને સારી રીતે મિક્સ કરો અને વધુ 5-7 મિનિટ સુધી પાકવા દો, ગોળ ધીમે ધીમે ઓગળી જશે અને ખીર મીઠી બનશે. એક અલગ પેનમાં ઘી ગરમ કરો અને તેમાં કાજુ અને કિસમિસ નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખો, તેને ખીરમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે ઈલાયચી પાવડર ઉમેરીને ફરીથી મિક્સ કરો, ખીર તૈયાર છે. ગોળની ખીરને સર્વિંગ બાઉલમાં રેડો અને ઉપર કેટલાક સમારેલ બદામથી ગાર્નિશ કરો, આ ખીરને ગરમ અથવા ઠંડી પીરસી શકાય છે, છઠ પૂજા દરમિયાન તેને ભગવાન સૂર્યને વિશેષ પ્રસાદ તરીકે અર્પણ કરો.