સાહિન મુલતાનીઃ-
- ઘરને સજાવો રંગની દિવડાઓથી
- માચટીના દિવડાઓને ઘરે કલાકારી કરીને બનાવો ક્રિએટીવ
હવે દિવાળીને ગણતરીના દિવસો જબાકી રહ્યા છએ ત્યારે વિતેલા વર્ષના માટીના સાચવેલા દિવાઓ જો ઘરમાં પડ્યા હોય તો તેને બહાર કાઢીલો અને તેને સારા પાણીએ ઘોઈને રંગ રંગીને ક્રિએટીવ બનાવી આ દિવાળીએ યૂઝ કરી શકો છો તો ચાલો જોઈએ કઈ રીતે દિવાઓને રંગોથી સજાવી શકાય અને તેને ડિઝાઈનર દિવાઓ બનાવી શકાય.
પહેલા આટલું કરો કામ
સૌ પ્રથમ દિવાઓને 2 કલાક સુધી પાણીમાં પલાળી રાખો, હવે તેને સાબુ કે પાવડરના પાણીઓ વડે બરાબર ઘોઈને કટકા વડે કોરો કરીને સુકવી લો, હવે આ દિવડાઓ રંગીન સજાવા માટે રેડી છે.
હવે કલર કામ આ રીતે કરો
દરેક દિવડાઓ ને તમારા મન ગમતા રંગોથી પ્લેન રંગી દો, પીળો ,લાલ કેસરી એવા ખુલ્લા રંગની તમે પસંદગી કરી શકો છો.
જો તમે ઈચ્છો તો દિવાઓને બહારની જેમ અંદર પણ રંગોથી ફૂલો બનાવીને રંગી શકો છો જ્યારે તેમાં તમે તેલ કે ઘી નાખશો તો અંદરની કલરીંગ ડિઝાઈન વધુ આકર્ષિત બનશે.
હવે એક જ કલરમાં દિવાઓને રંગીને તેનાથી વિપરીત કલર લઈને તેમાં ફૂલ કે પાંદડીની કે પછી તમને ફાવે આવડે તેવી ડિઝાઈન બનાવી દો તૈયાર છે તમારા રંગીન દિવાઓ હવે આ દિવાઓમાં તેલ અને રુની વાટથી પ્રગટવી શકો છો.
કઠોળ વડે દિવાઓ સજાવો
જો તમે ઈચ્છો તો દિવાઓ પર અનાજથી પણ શોભા વધારી શકો છો આ માટે દરેક દિવાઓ પર ફેવિકોલ આછો આછો લગાવી દો, ત્યાર બાદ મગ, મશુરની દાળ, મગની દાળ કે ચણાની દાળ અથવા ચોખા ચોંટાડીને દિવાને વધુ આકર્ષિત બનાવી શકો છો.
આભલા કોડી વડે દિવાઓ સજાવો
દરિયામાં જોવા મળતી કોડી કે છીપલા થી પણ દિવાઓ સજાવી શકાય છે,આ એન્ટિક વસ્તુઓને ફેવિકોલ વડે દિવાઓ પર ચોંટાડી શકો છો,આ પહેલા જો તમે ઈચ્છો તો દિવાઓ પર વ્હાઈટ રંગ રંગીદો તો વધુ આકર્ષક લાગશે.
કાંચના ત્રિકોણ કે ગોળ આભલાઓ પણ દિવાઓ પર ચોંટાડીને દિવાઓને આકર્ષક બનાવી શકાય છે આભલાના કારણે જ્યારે દિવામાંથી જ્યોત પ્રગટશે ત્યારે દિવો વધુ ઝળહળી ઉઠશે.