1. Home
  2. ગુજરાતી
  3. પાર્ટનર સાથે અહીં જવાનો પ્લાન બનાવો, આ છે રોમાન્ટિક ડેસ્ટિનેશન
પાર્ટનર સાથે અહીં જવાનો પ્લાન બનાવો, આ છે રોમાન્ટિક ડેસ્ટિનેશન

પાર્ટનર સાથે અહીં જવાનો પ્લાન બનાવો, આ છે રોમાન્ટિક ડેસ્ટિનેશન

0
Social Share

પાર્ટનર સાથે સારી જગ્યાએ રજાઓ પર જવાનું કોણે ના ગમે. પોતાના પાર્ટનર સાથે ય્રવાસ કરવો વધારે ખાસ અને યાદગાર થી જાય છે. આપણે એ લોકો સાથે કલાકો વિતાવવા માગીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ અને દરેક ક્ષણને ખાસ બનાવવા અને યાદગાર બનાવવાની કોશિશ કરીએ છીએ. જો તમે પણ તમારા પાર્ટનર સાથે ક્યાક જવા અને તમારી ટ્રિપને વધારે ખાસ અને રોમાન્ટિક બનાવવા માગો છો. તો તમને જણાવીએ ક્યા જઈ શકો છો.

હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ ભારતના સૌથી સુંદર અને રોમાન્ટિક પ્રવાસન સ્થળોમાંનું એક છે. સુંદર બરફથી ઢંકાયેલા પહાડો, ધોધ અને નદીઓ તમને કુદરતી સૌંદર્યને નજીકથી જોવાની તક આપે છે. હિમાચલ પ્રદેશમાં કસૌલી, ધર્મશાલા, કુફરી, શિમલા અને મનાલી જેવા સ્થળોએ તમારા પાર્ટનર સાથે રોમાન્ટિક સમય પસાર કરી શકો છો.

ગોવા
ગોવામાં સુંદર સૂર્યાસ્ત, સૂર્યોદય અને બીચ પર ઠંડા પવનની મજા માણવાનો પ્લાન બનાવી શકો છો. રજાઓમાં ફરવા માટે ગોવા સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. ગોવા જઈને તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરી શકો છો.

રાજસ્થાન
રાજસ્થાન એ ભારતના સૌથી ઐતિહાસિક સ્થળોમાંનું એક છે, તમે તમારા સાથી સાથે રેતાળ મેદાનમાં કેટલીક પ્રેમના પળો વિતાવી શકો છો. રાજસ્થાનમાં ઉદયપુર, જોધપુર, જયપુર અને જેસલમેર જેવા શાહી રોમેન્ટિક સમય પસાર કરવા માટે ઘણી અદ્ભુત જગ્યાઓ છે.

દાર્જિલિંગ
પર્વતોની રાણી તરીકે ઓળખાતું દાર્જિલિંગ તેના ચાના બગીચાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દાર્જિલિંગમાં ઘણી અદ્ભુત અને ખૂબ જ રોમેન્ટિક જગ્યાઓ છે. અહીંનું અદ્ભુત હવામાન તમારી સફરને ખૂબ જ યાદગાર અને સુંદર બનાવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code