નાસ્તામાં ફટાફટ બનાવો બીટરૂટ ઓટ્સ ઈડલી, સ્વાદ બની જશે ફેવરિટ
સવારે નાસ્તામાં શું બનાવવું આ પ્રશ્ન મહિલાઓ ઘણીવાર પૂછે છે. નાસ્તોએ જરૂરી ભોજન છે. આવામાં તેનું હેલ્દી હોવું જરૂરી છે. સવારે ભ્રેક ફાસ્ટ માટે કંઈક લીટ અને ટેસ્ટી ડિશ શોધી રહ્યા છો. તો અમે તમને બીટરૂટ ઓટ્સ ઈડલીની ટેસ્ટી રેસિપી જણાવી રહ્યા છીએ. જેને તમે આસાનીથી બનાવી શકો છો. તેને બનાવતા ના તો વધારે સમય લાગશે કે ના તો વધારે મહેનત. સાથે જ તેનો જબરજસ્ત લાગશે.
• બીટ ઓટ્સ ઈડલી બનાવવા માટે શુ શુ જોઈશે..
ઈન્સટન્ટ ઓટ્સ પાવડર- 1 કપ, સોજી- 1,2 કપ, બીટ- 1,2 બીટ, દહીં- 1,2 કપ, ફ્રુટ સોલ્ટ- 1-2 ચમચી, સ્વાદ અનુસાર મીઠુ, જરૂર મુજબ પાણી, ગ્રીસિંગ માટે તેલ
• બનાવવાની રીત
સૌથી પહેલા ઓટ્સને સરખી રીતે પીસીને પાવડર બનાવી દો. પછી ફ્રુટ સોલ્ટને છોડીને બધી વસ્તુઓ એક બાઉલમાં મૂકો. આ બધુ સારી રીતે મિક્સ કરી 15-20 મિનિટ રહેવા દો. ઈડલીના સ્ટેન્ડમાં પાણી નાખીને ઉકળવા દો. ઈડલી બેટર સેટ થઈ જાય પછી તેમાં ફ્રુટ સોલ્ટ નાખી સારી રીતે બરાબર મિક્ષ કરો. હવે ઈડલી ટ્રે ને તેલથી ગ્રીસ કરો. બટેર ઉમેરો પછી 10-15 મિનિટ માટે સ્ટીમ કરો. બીટ ઈડલી તૈયાર છે તેને નારિયેળની ચટણી સાથે પરોસો.