વરસાદની મોસમમાં બનાવો મસાલેદાર અને ટેસ્ટી પકોડા, આસાન રીતે છે તેને બનાવવાની
વરસાદની મોસમ શરૂ થતા જ મોટા ભાગના લોકોને પકોડા ખાવાનું મન થાય છે. આવામાં તમે 10 મિનિટની અંદર તમારા ઘરે પકોડા તૈયાર કરી શકો છો. તેને બનાવવાની રીત ખુબ જ સરળ છે. જો તમે મસાલેદાર પકોડા ખાવા માંગો છો તો આ સરળ રેસિપી ફોલો કરી શકો છો.
તમે પણ વરસાદની મોસમમાં પકોડા ખાવા માંગતા હોવ તો આ રેસિપીને અનુસરીને તમે 10 મિનિટમાં સ્વાદિષ્ટ પકોડા બનાવી શકો છો. પકોડા બનાવવાની રીત ખૂબ જ સરળ છે. તેને બનાવવા માટે તમારે કેટલીક વસ્તુઓ તમારી સાથે રાખવી પડશે.
એક બાઉલમાં ચણાનો લોટ, ડુંગળી, લીલા મરચાં, આદુ, લીલા ધાણા, લાલ મરચાં પાવડર જેવા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ચણાના લોટમાં પાણી ઉમેરીને જાડું દ્રાવણ તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે બેટરના નાના-નાના બોલ બનાવો અને જ્યારે આ બોલ્સ હલ્કા સોનેરી થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો. પકોડા તૈયાર થઈ જશે, તમે તેને ચટણી અથવા દહીં સાથે ખાઈ શકો છો.