આજરોજ દેશભરમાં શિવરાત્રીનો પ્રવ મનાવાઈ રહ્યો છએ,મંદિરોમાં વહેલી સવારથી ભઈડજોવા મળશે ત્યારે શિવનાદના નારાથી મંદિરો ગુંજી ઉઠશે કેટલાક લોકો ઘરમાં પણ ભગવાન શિવની પૂજા આરાધના કરશે. આ દિવસે સ્ત્રીઓ અને પુરુષો બંને ઉપવાસ કરીને ભોલેનાથની પૂજામાં મગ્ન જોવા મળે છે.જો કે આ સાથે આજે ભોલેનાથની પૂજા સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને મહાશિવરાત્રિની પૂજામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ તેના વિશે જાણીશું જેનાથઈ ભગવાન રાજીના રેડ થશે અને તમારા દુખ દૂર થશે.
ભગવાન શિવને કાનેર અને કમળના ફૂલ ચઢાવવામાં આવે છે. ભોલે શંકરને ક્યારેય કેતકી અને કેવડાનું ફૂલ ન ચઢાવો નહી તો તે નારાઝ થાય છે. સાથે જ ભગવાન શિવને કુમકુમ અને રોલી પણ લગાવવામાં આવતી નથી.
શિવરાત્રિના દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને કરો. આ પછી ઘરમાં પૂજા સ્થાન પર પાણીથી ભરેલો કલશ સ્થાપિત કરો. બાદમાં કલશની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ મૂકો.
ભગવાન શિવ અને માતા પાર્વતીને અક્ષત, સોપારી, સુપારી, રોલી, મોલી, ચંદન, લવિંગ, એલચી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરા, બેલપત્ર, કમલગટ્ટા અને ફળો અર્પણ કરો. પૂજા કરો અને અંતે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરો.