1. Home
  2. ગુજરાતી
  3. પરફેક્ટ ફેશન માટે કપડાની સાથે સાથે ફૂટવેરનું પણ યોગ્ય હોવું જરૂરી
પરફેક્ટ ફેશન માટે કપડાની સાથે સાથે ફૂટવેરનું પણ યોગ્ય હોવું જરૂરી

પરફેક્ટ ફેશન માટે કપડાની સાથે સાથે ફૂટવેરનું પણ યોગ્ય હોવું જરૂરી

0
Social Share
  • પરફેક્ટ ફેશન માટે રાખો ધ્યાન
  • કપડાની સાથે ફૂટવેર કોમ્બિનેશન પણ જરૂરી
  • મોજડીનું કોમ્બિનેશન આપશે તમને અલગ દેખાવ

દરેક વ્યક્તિને તૈયાર થવું તો ગમતું જ હોય, પણ ક્યારેક યોગ્ય પ્રકારનું કપડાનું મેચીંગ ન હોય એટલે ફેશન બરોબર દેખાતી નથી. આ માટે લોકોએ કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિએ ગમે તેટલા ખુબસુરત અને મોંઘા કપડાં કેમ ન પહેર્યા હોય પણ તેની સાથે મેચ થાય તેવા ફૂટવેર એટલે કે પગના જોડા ન પહેર્યા હોય તો તે સારા લગતા નથી.

ડિઝાઈનર લુક સાથેની પંજાબી સ્ટાઈલ વાળી મોજડી તમારા લુકને પણ ડિફરન્ટ સ્ટાઇલ આપશે. જો આઉટફિટ સાથે મેચ કરેલ મોજડીઓ પહેરશો તો તે આકર્ષક લાગશે

આ ઉપરાંત થ્રેડવર્કવાળી મોજડી સિમ્પલ અને સોબર લુક આપે છે. આ થ્રેડ વર્ક રેશમના દોરાથી કરવામાં આવે છે. જેથી એ લાંબા સમય સુધી ટકી રહે છે. બ્રાઇટ અને તેજસ્વી રંગના દોરાથી કરવામાં આવતું હેન્ડ વર્ક વાઇબ્રન્ટ અને હટકે લુક આપે છે.

આ હેન્ડ વર્કમાં ફૂલકારીથી લઈને અનેક ટ્રેડિશનલ ડિઝાઇનના વિકલ્પ અવેલેબલ છે. જેને ડ્રેસને ધ્યાનમાં રાખીને સિલેક્ટ કરી શકાય છે. જ્યૂટની થ્રેડવાળી મોજડી પણ હાલ ઘણી ફેશનમાં છે.

આઈના એટલે કે અરીસા વાળી મોજડી તમને શાઇન અને શિમર લુક આપે છે. જો તમારો ડ્રેસ થોડો સાદો કે સિમ્પલ હોય તો તેની સાથે મિરરવાળી જોડીનું કોમ્બિનેશન પરફેક્ટ લાગશે. આ સ્ટાઈલની મોજડી સિમ્પલ ડ્રેસને પણ ગ્લેમરસ લુક આપે છે. આ આ મોજડી સિંગલ કલર અને ડબલ કલરના એમ બે પ્રકારના કોમ્બિનેશનમાં મળે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code