- શિયાળામાં મલાઈથી ત્વચાને બનાવો કોમળ
- મલાઈને ક્રીમ અને બોડિલોશન તરીકે કરો યૂઝ
શિયળામાં આપણે આપણી ત્વચાને કોમળ બનાવવા માટે અનેક ક્રિમ કે બોડિલોશ કે પછી વેસેલિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ જો કે આ તમામ પ્રોડક્ટ મોંધી મળે છે અને વધુ યૂઝથી સ્કિન ખરાબ પણ થાય છે આવી સ્થિતિમાં આજે તમને હોમમેડ બોડિલોશન વિશે જાણાવીશું, જી હા મલાઈ જે અનેક રીતે તમારી ત્વચાને કોમળ બનાવે છે અને ત્વચાને નિખારે પણ છે.
મલાઈને ખાલી ચહેરા પર મસાજ કરીને 5 મિનિટ રહેવાદો અને ત્યા બાદ નવશેકા ગરમ પાણીથી ફેશ વોશ કરીલો દરરોજ આમ કરશો તો તમારા ફાટેલા ગાલ સારા થી જશે અને સ્કિન સ્મૂથ પણ બનશે.
આ સાથે જ એક ચમચી મલાઈમાં થોડી હરદળ મિક્સ કરીને આ પેસ્ટ ત્વચા પર અને હાછથ પગ પર જો લગાવવામાં આવે તો સ્કિન ફઆટીને ડલ પડી ગઈ હોય તો તે ગ્લો કરે છે અને સ્કિન સ્મૂથ બને છે.
આ સાથે જ મલાઈમાં બેસન અને હરદળ લગાવીને ફેસપેક બનાવી તેનો ઉપયોગ કરવાથી સ્કિન કોમળ બને છે અને ત્વચા પર ગ્લો આવે છે
જો ખથાસ કરીને તમારા પગની એડીઓ ફાટી ગઈ હોય ત્યારે તેમાં મલાઈ લગાવીને મોજા પહેરીલો રોજ આમ કરવાથી એડીની ફાટ બંધ થી જશે અને એડી કોમળ બનશે આજ ઉપયોગ તમે કાળી પડેલી ગરદન અને કોણી માટે પણ કરી શકો છો.
જ્યારે ઘમું કામ કર્યા બાદ તમારી આંખોમાં થાક હોય ત્યારે ઠંડી મલાઈ આંખો પર લગાવીને રહેવા દેવાથી આરામ મળે છે.આંખો પર મલાઈ અને મધ વડે મસાજ કરવાથી ડાર્ક સર્કલ પણ દૂર થાય છે.