Site icon Revoi.in

આ ઝાડના પાંદડાનું બનાવો ફેસપેક અને ચહેરા પરની કરચલીઓને કરો દૂર

Social Share

ઉંમર વધવાના કારણે ચહેરા પર ઘણા લોકોને કરચલી આવી જતી હોય છે. આ કારણે લોકોને પોતાના જ ચહેરા પ્રત્યે અણગમો થતો હોય છે. લોકો દ્વારા મોટી સંખ્યામાં ખર્ચ કર્યા બાદ પણ આ સમસ્યાનું નિવારણ આવતુ નથી. કેટલીક મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી પણ ચહેરાની કરચલીથી રાહત મળતી નથી, તો હવે ઝાડના પાંદડાથી જો આ રીતે ફેસપેક બનાવવામાં આવે તો ચહેરાની કરચલી દૂર થઈ શકે તેમ છે.

જામફળના પાંદડા વિશે તમે સાંભળ્યું જ હશે અને તેના પાંદડા ઘણા ફાયદાકારક પણ હોય છે. જામફળના પાંદડામાં એન્ટિ ઓક્સિડન્ટ હોવાની સાથે એન્ટિ એજિંગના ગુણ પણ હોય છે અને તે કરચલીને દૂર કરવા માટે મદદગાર છે. આ પાંદડાનું ફેસપેક બનાવવા માટે 2-3 પાંદડાને પાણીમાં રગડીને જાડ્ડુ પેસ્ટ બનાવી દો. આમાં થોડુ દહી મેળવો અને પછી ચહેરા પર લગાવી દો. આને લગાવ્યા પછી 30 મિનિટ ચહેરા પર લગાવી રાખો અને પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. પછી ચહેરા પર ફરક જોવો.

જો વાત કરવામાં આવે દાડમના પાંદડાની તો તેમાં વિટામીટ-સી ભરપૂર માત્રામાં હોય છે. તે એક્ઝિમાં જેવી બીમારીઓથી બચાવવા માટે પણ આ પાંદડા વધારે ઉપયોગી છે. આ ચહેરાની સ્કીનને પોષણ આપે છે અને ચહેરાની સ્કીનને કડક બનાવે છે. દાડમના પાંદડાનું ફેસપેક બનાવવા માટે 250 મીલી તેલનું તલ લો અને તેને પાંદડા સાથે ભેળવીનો ગરમ કરી દો.

આ પછી દાડમના પાંદડા સાથે ગરમ થયેલા તેલને ગાળી લો અને પછી બોટલમાં ભરી લો. દિવસમાં 2-3 વાર 10-15 મીનીટ માટે મસાજ કરો જેથી ચહેરા પર ચમક જોવા મળશે.

જામફળ અને દાડમના પાંદડાની સાથે, જો વાત કરવામાં આવે મીઠા લીમડાના પાંદડાની તો તે ભોજનને જેટલુ સ્વાદિષ્ટ બનાવે છે એટલુ જ તે ચહેરા માટે પણ ફાયદાકારક છે. મીઠા લીમડાને એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર માનવામાં આવે છે. આને ઉપયોગ કરવા માટે એક નારિયેળના તેલને ગરમ કરો અને તેમાં આ પાંદડાને 40થી 45 મીનીટ રાખો. 20-25 મીનીટ પછી ઠંડુ કરીને તેને ગાળી લો અને પછી રોજ તેનાથી હળવા હાથે મસાજ કરો અને પછી ચહેરાને ધોઈ લો. આ કરવાથી ચહેરાની કરચલી દૂર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ આયુર્વેદિક ઉપાય છે, અને તમામ લોકોના ચહેરા પર કદાચ આ નુસ્ખા ઉપયોગી થાય નહી. તો આ માટે ડૉક્ટરની સલાહ પણ લોકોએ લેવી જોઈએ.