- કોફીનો ફેસપેક સુંદરતામાં કરે છે વધારો
- કોફીમાં હરદળ અને લેમન જ્યૂસ નાખીને આ ફેસપેક બનાવી શકાય
શિયાળામાં આપણી સ્કિન રફ થઈ જતી હોય છે આવી સ્થિતિ માં બહારના સ્ક્રબ અને ફેસપેક આપણી ત્વચા બગાડી શકે છે .તો આ માટે હોમ મેડ ફેસ પેક નો તમે યુઝ કરી શકો જેમાં કોફી મધ હરદડ6 લીંબુ વગેરે બેસ્ટ ઓપ્સન છે
આ માટે 2 ચમચી કોફી એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી હરદળ મિક્સ કરીને એક ફેસ પેક તૈયાર કરવો પડશે આ ફેસપેકની મદદથી તમારી ત્વચા ગ્લો કરશે આ સાથે જ જો તમારા ચહેરા પર રુવાટી હશે તે પણ ગાયબ થઈ જશે.
કોફીનો ફેસપેક તમે રાત્રે સુતા વખતે લગાવી દો, 20 મિનિટ બાદ ચહેરા પર મસાજ કરીને ઠંડા પાણીથી ચહેરાને ઘોઈલો આમ કરવાથઈ તમારી ત્વચા પરનો ડસ્ટ દૂર થષે, બંધ છિદ્રો ખુલશે, અને સ્કિન કોમળ મુલાયમ બનશે
કોફીના આ ફેસપેકને તમે તમાપા હાથ અને પગ પર પણ અપ્લાય કરી શકો છો જેનાથી તામારી રુંવાટી પણ દૂર થી શકે છે. જો કે રુંવાટી દૂર કરવા આ ફેસપેક અઠવાડિયામાં 2 વાર લગાવવો પડે છે.
જો તમારી સ્કિન વધારે પડતી ડ્રાય છે તો આ ફેસપેકમાં તમે 1 ચમચી મધ એડ કરીને લગાવી શકો છો જેનાથી સ્કિન ઓઈલી બને છે,અને ઓઈલી સ્કિનના લોકોએ મધ એડ કરવાની કોઈ જરુર નથી.
કોફીનો ફેસપેક તમારી આખોના ડાર્ક સર્કલ દૂર કરવામાં પણ મદદ કરે છે.જો કે તેમાં લીંબુ હોવાથઈ અપ્લાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આંખમાં ન જાય.