ઘર એક એવી વસ્તુ છે કે તેને વારંવાર ખરીદવાનું હોતું નથી, લોકો જ્યારે પણ મકાન ખરીદે છે ત્યારે તે માત્ર મકાન નથી હોતું પણ તે ઘર હયો છે જેમાં આખા પરિવારને આસરો મળે છે. આવા સમયે કેટલાક લોકો ખુશીના કારણે કેટલાક મહત્વના કામ કરવાનું ભૂલી જાય છે અને પછી જ્યારે સંકટ આવી જાય ત્યારે બહુ વાર લાગી ગઈ હોય છે.
સૌથી પહેલા તો હોમ ઇન્શ્યોરન્સની ખરીદી કે જે મિલકત વીમો છે જે અકસ્માતો, નુકસાન અને ચોરીને આવરી લે છે. તેને પૂર્વ-નિર્ધારિત સમયગાળા માટે ખરીદી શકાય છે, જે એક વર્ષ અથવા ઘણા વર્ષો માટે હોઈ શકે છે. એક કરતા વધુ વર્ષ માટેની યોજનાઓ વધુ કોસ્ટ ઇફેક્ટિવ હોય છે. ઘણી અગ્રણી વીમા પોલિસીઓ દ્વારા વિવિધ કસ્ટમાઇઝ્ડ હોમ ઇન્શ્યોરન્સ પોલિસી ઓફર કરવામાં આવે છે અને વધુ પ્રીમિયમ ચૂકવીને વધારાનું કવરેજ મેળવી શકાય છે. ભરપાઈ કરેલી રકમનો ઉપયોગ ખોવાયેલી વસ્તુઓના સમારકામ અને રીપ્લેનિશમેન્ટ માટે થઈ શકે છે.
‘સ્ટાન્ડર્ડ હોમ ઇન્શ્યોરન્સ’ પ્લાનમાં આગ, અકસ્માત, ચોરી અને અન્ય જોખમોને કારણે થતા નુકસાનને આવરી લેવામાં આવે છે. પૂર અને ધરતીકંપ જેવી કુદરતી આફતોને કારણે થતા નુકસાનને સમાવવા માટે વધારાનું પ્રીમિયમ ચૂકવી શકાય છે. મૂલ્યવાન સાધનો અને વ્યક્તિગત ચીજવસ્તુઓને નુકસાન અને અસ્થાયી આશ્રય માટેના ખર્ચની ચુકવણી પણ કે જેનો લાભ ખાલી કરાવવાની જરૂર હોય તેવા કિસ્સામાં થઈ શકે છે.
તમારે ધ્યાનમાં રાખવું કે, કેટલીક દુર્ઘટનાઓ છે જે વીમામાં આવરી લેવાશે નહીં. તેમાં ‘એક્ટ ઓફ ગોડ’ એટલે કે મોટી કુદરતી આફતોનો સમાવેશ થાય છે. તેમાં ઇરાદાપૂર્વકની અથવા અજાણતાં બેદરકારીને કારણે નુકસાન, ઉધઈ અને અન્ય જીવાતોને કારણે નુકસાન, સભ્ય દ્વારા કરવામાં આવેલી ખોટા ઈરાદાપૂર્વકની કાર્યવાહીને કારણે થતું નુકસાન અને યુદ્ધ અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિઓથી થતું નુકસાનનો સમાવેશ થાય છે.