તમારી ડ્રાઈવિંગમાં કરો આ બદલાવ, ગાડીની શાનદાર માઈલેજ મેળવો
આજકાલના સમયમાં ગાડી રાખવી કોઈ મોટી વાત નથી અને આમ જનતા પાસે પણ પોતાની ગાડી હોય છે. મુશ્કેલી એ વાતની છે કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અને સીએનજી સતત મોંઘા થતા રેટના ચાલતા ગાડી રાખવી મોંઘી થઈ ગઈ છે. એવામાં ગાડી રાખવા વાળા એવી ગાડી શોધે છે જે તેમને વધારે માઈલેજ આપી શકે જેનાથી ગાડીનું મેન્ટનેન્સ કરવું સસ્તુ થઈ શકે. તો આજે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું જેમાં ગાડીની મહત્તમ માઈલેજ મળવી શકશો અને તમારી જોડે જે ગાડી હશે તે સારી માઈલેજ આપશે.
• ગિયર હંમેશા સ્પીડ પ્રમાણ રાખો
ગાડીની સ્પીડના હિસાબથી જો તમે ગિયર નહીં બદલો તો વધારે ફ્યૂલ ખર્ચ થશે કાળજી રાખો કે હાઈ સ્પીડ પર વધારે નંબર વાળો ગિયર અને લો સ્પીડ પર ઓછા નંબર વાળો ગિયર યૂઝ કરો. સ્પીડના હિસાબથી તરત ગિયર બદલવાથી તમને માઈલેજ તો સારી મળશે, સાથે જ ગાડીના એન્જિન પર પણ પ્રેશર ઓછું પડશે.
• બ્રેક ઓછી વાપરો
તમારી ગાડી–બાઈકના માટે ઓછી બ્રેક યુઝ કરવાથી માઈલેઝ વધારવાનો એક સારો રસ્તો છે અને આનાથી તમારું ડ્રાઈવિંગ પણ સ્મૂધ થઈ જાય છે. તમે આગળના વાહનથી ડિસ્ટેન્સ મેન્ટેન કરીને વાહન ચલાવો છો, તો તમારે વારંવાર બ્રેક મારવાની જરૂર નથી. સ્પીડ બ્રેકર આવે એ પહેલા વાહનને ધીમુ કરવાથી બ્રેકનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરે છે.
• વાહનની ગતિ જાળવી રાખવી
વધારે સ્પીડનો અર્થ થાય છે કે વધુ ફ્યૂલનો ખર્ત, જ્યારે તમે વાહન ચલાવો ત્યારે સ્પીડ મેન્ટેન કરી ને રાખો. ખુલ્લા રસ્તા કે હાઈવે પર પણ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બરોબર છે.