Site icon Revoi.in

તહેવારના દિવસે બનાવો આ સરળતાથી બની જાય તેવી ચોકલેટ કેક

Social Share

આજે દિવાળઈનો તહેવાર છે, આવી સ્થિતિમાં તમે પણ દિવાળીના દિવસે ઘણી બધી મીઠાઈઓ બનાવતા શો. દિવાળી એ ખુશીનો તહેવાર છે,દરેકના ઘરોમાં અવનવી સ્વિટ ડિશ બનતી હોય છે, આવનારા મહેમાનો માટે પણ ઘણી સ્વિટ ડિશ બનાવાતી હોય છે,જો કે આ બધી ડિશ બનાવવામાં ઘણી મહેનત લાગે છે,. જો કે દિવાળી પર લાડુ અને બરફીથી મોં મીઠુ કરવામાં આવે છે, પરંતુ આ વખતે આપણે કંઈક ટ્રાય કરીએ. આ વખતે તમે મીઠાઈઓમાં તમે બ્રાઉની અને કેક બનાવી શકો કો છો. કારણ કે આ બન્ને સ્વિટ ખૂબ જ જલ્દી બની જશે.

ખાસ કરીને આ સ્વિટ બ્રાઉની અને કેક બાળકોને તે ખૂબ ગમે છે, પરંતુ જો તમે તેને આઈસ્ક્રીમ અને ચોકલેટ સાથે સર્વ કરશો તો વડીલોને પણ તે ગમશે.

આ માટે, આ માટે તમારે એક બાઉલમાં અડધો કપ માખણ અથવા ઘી પીગાળી લો.

ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે ખાંડ અને 1 ચમચી વેનીલા એસેન્સ નાખીને બરાબર મિક્ષ કરી લો.

હવે તેમાં એક ચમચી કોકો પાવડર, 250 ગ્રામ મેંદો અને અડધી ચમચી બેકિંગ પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

હવે જડો આ બેટર થોડું જાડુ હોય તો તેમાં દૂધ નાખીને થોડુ પાતળું કરી દો

હવે તેને એક પેન અથવા તો મોલ્ડમાં સેટ કરીલો.

હવે આ મોલ્ટને તને કઢાઈમાં મીઠું નાખીને શેકી શકો છો બેક કરી શકો છો,અથવા તો ઓવનમાં પણ બેક કરી શકો છો.
કેકને બેક કરવા 30 થી 35 મિનિટનો જ સમય લાગે છે, અને ઓવનમાં 20 થી 25 મિનિચમાં કેક બનીને તૈયાર થી જાય છે.