Site icon Revoi.in

મધમાંથી બનાવો આટલા ફેસ માસ્ક, જે શિયાળામાં તમારી ડ્રાય ત્વચાને  કોમળ રાખે છે

Social Share

 હાલ શિયાળાની ઋતુ આવી ગઈ છે ત્યારે દરેક લોકો ડ્રાય સ્કિનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,જો કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મધ એવી વસ્તુ છે જે સ્કિનને મૂળમાંથી મુાલાયમ બનાછે બંધ છીદ્રોને ખોલે છે અને ત્વચા કોમળ બનાવી રાખે છે.તો ચાલો જોઈએ શિયાળામાં મધમાંથી કઈ કઈ રીતે ફેસ માસ્ક બનાવી શકાય જે તામરી ડ્રાય ત્વચાને હેલ્ધી બનાવે છે.

 1 મધ- એલોવેરા જેલ

2 ચમચી મધમાં 1 ચમચી એલોવેરા જેલ લઈને બન્નેને મિક્સ કરો, હવે આ મિશ્રણને ત્વચા પર 10 મિનિટ સુધી મસાજ કરો મસાજ કર્યા બાદ તેને  હુંફાળા પાણી વડે ઘોઈલો આમ કરવાથી સ્કિન મુલાયમ બનશે

 2 મધ અને હરદળ

1 ચમચી હરદજળમાં 1 ચમચી મધ નાખીને ત્વચા પર લગાવીને 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ તેને વોશ કરીલો આમ કરવાથી ખીલની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

 3 મધ અને લીબું

મધમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. તેમાં એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે, જે વ્હાઇટહેડ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે રાત્રે સૂતા પહેલા બંને વસ્તુઓને મિક્સ કરીને ચહેરા પર ઘસો. ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર કરવાની આ એક અસરકારક રીત છે.

 4 મધ અને તુલસીના બીજ

 2 ચમચી તુલસીના બીજને પાણીમાં પલાળઈ રાખો ત્યાર બાદ તેમાં 2 ચમચી મધ એડ કરીને તેને ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રાખી મૂકો ત્યાર બાદ ફેશ વોશ કરીલો આમ કરવાથી તમારી ત્વચા કોમળ બનશે.