તમારા વાળને શીલ્કી બનાવા માટે હવે ઘરે જ બનાવો આ હોમમેડ સિરમ, જેનાથી વાળની ગૂંચ કાઢવી બનશે સરળ
શિયાળામાં વાળને લગતી તમામ સમસ્યાઓ વધી જાય છે,ખાસ કરીને જ્યારે આપણે ન્હાઈને નીકળીએ છીએ ત્યારે વાળ ખૂબ જ ગૂંચવાય જાય છે,આ સાથે જ વાળ તૂટે છે અને વાળ ખરે પણ છે આ તમામ સમસ્યા માટે આજે આપણે એક સીરમ બનાવાની રીત જોઈશું આ સીરમને તમે વાળ વોશ કરીને વાળ કોરો થાય એટલે વાળમાં અપ્લાય કરો આમ કરવાથઈ વાળવની દરેક સમસ્યાઓ દૂર થાય છે.
આ રીતે બનાવો સીરમ
સૌ પ્રથમ 2 ચમચી નારીયેળ ઓઈલ લઈલો તેમાં 1 ચમચી દિવેલ મિક્સ કરીને નવશેકુ ગરમ કરીલો.
હવે આ ગરમ કરેલા તેલમાં 10 થી 12 નંગ ગુલાબના પાન એડ કરીલો.
હવે તેમાં 10 થી 12 નંગ સુકા આમળા પણ એડ કરો
ત્યાર બાદ આ તમામ વસ્તુને 10 મિનિટ ગરમ કરીને આ કાંચની બોટલમાં ભરીદો
હવે જ્યારે પણ તમે હેર વોશ કરો ત્યારે વાળ સુકાઈ એટલે આ સીરમને વાળમાં એડ કરો જેનાથી તમારા વાળ મજબૂત પણ બનશે, અને વાળ શાઈન પણ કરશે.