- હોમમેડ હેર પ્રોડક્ટ વાળનો ગ્રોથ વધારે છે
- તમારા વાળને નહી કરે નુકશાન
સામાન્ય રીતે આપણે આપણા વાળ માટે બહારના મોંઘા ક્રિમ કન્ડિશનર કે શેમ્પૂ વાપરતા હોઈએ છીએ ,જો કે આ દરેક વસ્તુ વાળને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે જેથી આપણે વાળને સારા રાખવા તેલનો ઉપયોગ કરી એ છીએ. તેલથી વાળ સારા રહે છે ખાસ કરીને જો શિયાળાની વાત કરવામાં આવે ત્યારે શિયાળામાં તેલ લગાવવાના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. અજો તમારે જાડા અને લાંબા વાળ જોઈતા હોય તો તેલનો ઉપયોગ કરવો જોઈએ.
વાળને સ્વસ્થ રાખવા માટે ઓઈલીંગ કરવું જ જોઈએ. જો તમારે જાડા વાળ જોઈએ છે, તો તમે ઘરે બનાવેલા તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કલોંજીમાંથી તેલ બનાવી શકો છે કારણ કે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તે વાળના વિકાસમાં મદદ કરે છે. બીજી તરફ મેથીના દાણામાં હાઈ પ્રોટીન જોવા મળે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યા, પાતળા વાળ દૂર થાય છે. તમે તેમના મિશ્રણમાંથી તેલ બનાવી શકો છો, જે તમારા વાળને ઘટ્ટ કરવામાં મદદ કરશે.
આ રીતે બનાવો તેલ
- કલોંજી
- મેથીના દાણા
- રાયનું તેલ
જાડા વાળ માટે તેલ બનાવવા માટે, સરસવના તેલમાં 2 ચમચી કલોંજીના બીજ અને 1 ચમચી મેથીના દાણા નાખીને 2 દિવસ સુધી રાયના તેલમાં પલાળી રાખો.
આ પછી, તેને ધીમી આંચ પર ગરમ કરીને ઉકાળવા રાખો. તમારું ઘરે બનાવેલું તેલ તૈયાર છે.ઠંડુ પડતાની સાથએ જ તેને ગણરીમાં ગાળીલો.