શરીરને ફિટ એન્ડ ફાઈન બનાવી રાખવા માટે ખનપાન અને એક્સરસાઈઝ આ બંન્ને સૌથી જરૂરી માનવામાં આવે છે. પણ આ દિવસોમાં આપણે જે પ્રકારનું રૂટિન ફોલો કરી રહ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને કેટલીક બીજી બાબતો છે, જેના પર તમે ધ્યાન રાખવાની જરૂર છે. આ વસ્તુઓ પર તમે ફિજિકલી અને મેન્ટલી હેલ્દી એન્ડ હેપ્પી બન્યા રહો છો.
• યોગ કે એક્સરસાઈઝ કરો
દરરોજ 20 કે 30 મિનિટ સુધી કોઈ પણ પ્રકારની ફિજિકલ એક્ટેવિટીસ કરવાથી શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે. ક્યારેક દિવસમાં યોગ, અમુક દિવસ કાર્ડિયો, કોઈ દિવસ દોરડા કૂદવા, સ્વિમિંગ, સાયકલ ચલાવવા વિવિધ પ્રકારની એક્ટેવિટીનો સમાવેશ કરો. આનાથી એક્સરસાઈઝ બોરિંગ નહીં લાગે. શ્વાસ લેવાની કસરત પણ કરો.
સૂર્ય નમસ્કાર ખૂબ સારુ હોય છે જેમાં એક સાથે ઘણા આસનો કરવામાં આવે છે. એકસાથે વધારે એક્સરસાઈઝ ન કરો, કેમ કે આ રીતે શરીરને ફાયદાને બદલે નુકસાન પહોંચી શકે છે.
• ઓફિસનું કામ ઘરે ન લાવો
સ્વસ્થ રહેવા માટે બીજી જરૂરી બાબત એ છે કે ઓફિસમાં જ તમારું ઓફિસનું કામ પૂરૂ કરવું. ઓફિસનું કામ ઘરે લાવવાથી ખાલી સ્ટ્રેસ વધે છે અને કોઈ ખુશી મલતી નથી. આમ કરવાથી તમને તમારા માટે સમય નથી મળતો અને તેનાથી મૂંઝવણ વધી જાય છે. ઘરમાં પણ ઓફિસનુ કામ કરતા લોકો પણ સ્ટ્રેસમાં રહે છે જેના લીધે તેમના ફિજિકલ હેલ્થ પર અસર થાય છે.