શિયાળાની શરૂઆત થઈ ચુકી છે.આ દરમિયાન બાળકોમાં બીમાર પડવાનું જોખમ રહે છે.અને એમાં બાળકોને શું ખવડાવું અને શું ના ખવડાવું એ બાબતને લઈને હમેશા પરેશાની અનુભવાતી હોય છે.ત્યારે આ ખોરાક હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી હોવું જોઇએ,આજે અમે તમને આવી ટેસ્ટી રેસીપી વિશે જણાવીશું.જો તમે આ સિઝનમાં તમારા બાળકને હેલ્ધી અને ટેસ્ટી ખોરાક ખવડાવવા માંગો છો, તો અમે આમાં તમારી મદદ કરી શકીએ છીએ અમે તમને તે હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારું બાળક ખૂબ જ ઉત્સાહથી ખાશે.
જો વાત કરવામાં આવે ગ્રીન સલાડ ચીઝ સેન્ડવીચની તો ચીઝને બાળકો અને પુખ્ત વયના લોકો એટલે કે મોટા ભાગના લોકો માટે ઓલ ટાઈમ ફેવરિટ માનવામાં આવે છે.તેને બનાવવા માટે તમારે બ્રાઉન બ્રેડ, બટર, ચીઝ, કાકડી, ટામેટા અને ડુંગળીની જરૂર પડશે. સૌપ્રથમ બ્રેડ પર બટર લગાવો અને પછી તેના પર ગ્રીન સલાડ ફેલાવો. હવે ચીઝનો વારો આવે છે. બ્રેડને ઉપર રાખો અને તેને ગ્રીલ કરો. આ બધી વસ્તુઓમાં ઘણા પોષક તત્વો હાજર છે, તેથી બાળકને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
ત્યારબાદ પીનટ બટર સેન્ડવીચ એક ઝડપી અને સરળ રેસીપી વાનગી છે,જે મિનિટોમાં તૈયાર કરી શકાય છે.તમારે માત્ર એટલું ધ્યાનમાં રાખવું પડશે કે બાળકને ખાવા માટે માત્ર બ્રાઉન બ્રેડ જ આપવી જોઈએ.બ્રાઉન બ્રેડની બે સ્લાઈસ લો અને તેમાં પીનટ બટર લગાવો.પીનટ બટર સ્વાદમાં અદ્ભુત હોય છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેને સ્વસ્થ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ ખોરાક તમારા બાળકને યોગ્ય માત્રામાં ખવડાવી શકો છો.
બાળકોને પણ સ્વીટ કોર્ન ખૂબ ગમે છે. બજારમાં મળતી સ્વીટ કોર્નને થોડી ઉકાળો પછી એક બાઉલમાં સ્વીટ કોર્ન નાંખો અને તેમાં બટર ઉમેરો. આ પછી તેમાં બારીક સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી ઉમેરો. જો તમે ઇચ્છો તો, તમે તેને શેલો ફ્રાય કરીને સ્વીટ કોર્ન સલાડ પણ તૈયાર કરી શકો છો.