ઘરે જ બનાવો હવે આ રેડ ફેસપેકઃ બીટ,મધનો ઉપયોગ કરીને ત્વચાને બનાવો ચમકદાર
દરેક સિઝનમાં આપણે આપણી સ્કિનની કાળજી લેવી ખૂબ જ જરુરી છે,એમા પણ જો તમે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરો તો તમારી ત્વચાને નુકશાન પણ નહી થાય અને ત્વચા કોમળ મુલાયમ બનવાની સાથે સાથે ગ્લો પણ કરશે. સ્કિન ટેનિંગની સમસ્યા નથી હોતી, પરંતુ ત્વચા શુષ્ક થઈ જાય છે અને જ્યારે ત્વચાને ઝડપથી ઘસવામાં આવે છે, તો ત્વચા પર ચામકા થઈ જાય છે, જે પાછળથી ડાર્ક સ્પોટ્સ બની જાય છે.
ખાસ કરીને આપણા હોઠની આસપાસ ડાર્ક સ્પોટ્સ દેખાય છે. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે કુદરતી સીરમ લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને બીટરૂટ સીરમ બનાવતા શીખીશું જેનાથી નેચરલ ગ્લો આવશે.કારણ કે બીટરૂટમાં જોવા મળતા એન્ટી-ઓક્સીડેન્ટ શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય બીટરૂટ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
સામગ્રી
- એક બીટનો ચોથો ટૂકડો
- 1 ચમચી એલોવિરા જેસ
- વિટામિન ઈની કેપ્સુલ
- 2 ચમચી મધ
સૌ પ્રથમ બીટરૂટને છીણીને તેનો રસ કાઢો.તે રસમાં મધ ઉમેરો
આ પછી બીટના રસમાં એલોવેરા જેલ અને વિટામીન E કેપ્સ્યુલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
હવે આ સીરમને તેને એરટાઈટ કન્ટેનરમાં રાખો.
આ સીરમને રાત્રે સૂતા પહેલા તેને કોટન અથવા આંગળીઓની મદદથી આખા ચહેરા પર લગાવો.
બીજા દિવસે સવારે સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.
આમ થોડા દિવસો સુધી તેનો ઉપયોગ કરો, તમે જાતે જ ફરક જોશો. જો તમારી ત્વચા તૈલી છે, તો તમે તેમાં 5-6 ટીપા ટી ટ્રી ઓઈલ પણ ઉમેરી શકો છો. આના કારણે પિમ્પલ્સની સમસ્યા નથી થતી અને ત્વચા પણ ગ્લોઈંગ રહે છે.