Site icon Revoi.in

ઝડપથી વજન ઘટાડવા માટે ઘરે જ બનાવો આ રોસ્ટેડ વેજ સલાડ, જાણો રીત

Social Share

વજન ઘટાડવા માટે યોગ્ય આહારની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તાજો, પૌષ્ટિક અને હળવો ખોરાક ખાવાથી આ પ્રક્રિયાને સરળ બનાવી શકાય છે, વજન ઘટાડવાની એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે રોસ્ટેડ વેજ સલાડ, તે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક હોવાની સાથે હળવો અને પૌષ્ટિક છે.

• સામગ્રી
1 કપ કેપ્સીકમ (બારીક સમારેલ), 1 કપ ગાજર (ઝીણી સમારેલ), 1 કપ બ્રોકોલી (ઝીણી સમારેલી),1 કપ દૂધી (ઝીણી સમારેલ), 1/2 કપ મશરૂમ (સમારેલું), 1/2 ચમચી ઓલિવ ઓઈલ, 1/2 ચમચી મીઠું (સ્વાદ મુજબ), 1/2 ચમચી કાળા મરી, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી લીંબુનો રસ, તાજી કોથમીર

• રીતઃ

શાકભાજી તૈયાર કરોઃ સૌ પ્રથમ તમામ શાકભાજીને સારી રીતે ધોઈને કાપી લો, શાક જેટલા ઝીણા કાપવામાં આવશે, તેટલી જ સારી રીતે શેકતી વખતે તેનો સ્વાદ આવશે.

પ્રીહીટ કરો ઓવનઃ ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહિટ કરો, તમે આ સલાડને તવા પર પણ બનાવી શકો છો, પરંતુ તેને ઓવનમાં શેકવાથી તે વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે.

ઓલિવ ઓઈલ અને મસાલા ઉમેરોઃ એક વાસણમાં સમારેલા શાકભાજી મૂકો, પછી તેમાં ઓલિવ તેલ, મીઠું, કાળા મરી અને ઓરેગાનો ઉમેરો અને આ મિશ્રણને ઓવનમાં શેકવા માટે તૈયાર કરો.