Site icon Revoi.in

બાળકો દૂધીનું શાક ખાવાનું નાટક કરતા હોય તો બનાવો આ ટેસ્ટી ડિશ

Social Share

દૂધી ખાવામાં સ્વાદિષ્ટ હોવા સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પણ કેટલાક બાળકોને દૂધીનું શાક પસંદ હોતુ નથી.

જો તમારા બાળકો પણ દૂધીનું શાક ખાવામાં નાટક કરતા હોય તો તમે તેમના માટે દૂધીની મઠરી બનાવી શકો છો. તેને બનાવવાની રીત ખૂબ સરળ છે અને ઓછા સમયમાં બનાવી શકાય
છે.

દૂધીની મઠરી બનાવવા માટે, છીણેલી દૂધીમાં ચણાનો લોટ, લીલા મરચાં, ધાણાજીરું, અજમો, હિંગ અને મીઠું ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.

આ પેસ્ટમાં થોડું પાણી નાખી તેને સરખી રીતે ઘટ્ટ કરો. હવે તમારા હાથથી ગોળ ગોળ ચપટી પૂરી બનાવો.

પછી, એક કડાઈમાં તેલ ગરમ કરો અને આ બધી ગોળ પુરીઓને ગરમ તેલમાં તળી લો. જ્યારે તે બંને બાજુથી સોનેરી થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.

તમે આ મઠરીને ચટણી, દહીં કે સોસ સાથે સર્વ કરી શકો છો. મઠરીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે તેમાં થોડું જીરું ઉમેરી શકો છો.