બાળકોને મોટાભાગે ઘરનું રાંધેલું ભોજન ગમતું નથી, પરંતુ જો ભોજનમાં થોડી રચનાત્મકતા અને સ્વાદ હોય તો તેઓ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જેકેટ પોટેટો એવી જ એક રેસિપી છે, જે બાળકોને ખુશ કરશે જ, પરંતુ એક હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ પણ છે. બહારના જંક ફૂડને ટાળીને ઘરે બનતા આ નાસ્તામાંથી બાળકોને યોગ્ય પોષણ પણ મળશે.
• જેકેટ પોટેટો શું છે?
જેકેટ પોટેટો એક બ્રિટીશ વાનગી છે, જે નાની ભઠ્ઠીમાં શેકવામાં આવેલા બટાકામાંથી તૈયાર કરવામાં આવે છે. આમાં બટાકાને છાલની સાથે રાંધવામાં આવે છે, જેના કારણે તે બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. તે ચીઝ, મકાઈ, માખણ, દહીં અને શાકભાજીના મિશ્રણ જેવા વિવિધ ફિલિંગ સાથે પીરસવામાં આવે છે. તે માત્ર સ્વાદમાં જ અનોખું નથી, પણ બાળકો માટે પૌષ્ટિક પણ છે.
• જેકેટ પોટેટો રેસીપી
- 4 મોટા બટાકા
- 2 ચમચી માખણ
- 2 કપ ચીઝ (છીણેલું)
- ½ કપ સ્વીટ કોર્ન (બાફેલી)
- ½ કપ કેપ્સીકમ (બારીક સમારેલ)
- 1 ડુંગળી (ઝીણી સમારેલી)
- મીઠું – સ્વાદ મુજબ
- અડધી ચમચી કાળા મરી પાવડર
- એક ચમચી ઓલિવ ઓઈલ
- ખાટી ક્રીમ (વૈકલ્પિક)
બનાવવાની રીત
સૌ પ્રથમ બટાકાને સારી રીતે ધોઈને સૂકવી લો. હવે દરેક બટાકા પર થોડું ઓલિવ ઓઈલ અને મીઠું લગાવો તથા તેને ઓવનમાં 200 ડિગ્રી સેલ્સિયસ પર 45 મિનિટ માટે બેક કરો. જ્યારે બટાકા બહારથી ક્રંચી અને અંદરથી નરમ થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો. હવે બેક કરેલા બટેટાને વચ્ચેથી સહેજ કાપી લો, જેથી તેમાં પૂરણ નાખવાની જગ્યા રહે. માખણ, છીણેલું ચીઝ, બાફેલી સ્વીટ કોર્ન, બારીક સમારેલા કેપ્સિકમ અને ડુંગળીને એકસાથે મિક્સ કરીને ફિલિંગ તૈયાર કરો. આ મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું અને કાળા મરી ઉમેરો. બટાકાની અંદર તૈયાર ફિલિંગ મૂકો અને પછી ઉપરથી થોડું વધુ ચીઝ છાંટો. તેને ફરીથી 10 મિનિટ માટે ઓવનમાં મૂકો જેથી ચીઝ સારી રીતે પીગળી જાય.